(પદોન્નતિ, આધુનિકરણ અને તાલીમ સંસ્થાઓમાં વૃદ્ધિ કરવી) હાલમાં આ યોજના હેઠળ ૧૬૫ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.)માં ૬૭૫૨૮ બેઠકો મંજૂર કરી. જેમાંથી આદિજાતિ વિસ્તાર ગૌણ યોજના હેઠળ ૧૨૬૮ બેઠકો આદિજાતિ માટે, આદિજાતિ વિસ્તાર ગૌણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ઉમેદવારો માટે ૧૨૭૩૨ બેઠકો, મહિલા ઉમેદવારો માટે ૨૭૬૦ બેઠકો. સરકારના કાયદા પ્રમાણે એસ.સી./એસ.ટી., વિકલાંગો, ઓ.બી.સી. અને પૂર્વ નોકરીયાતને વધારેમાં વધારે આરક્ષણ આપવું.
અગિયારમી પંચવર્ષીય યોજનામાં વર્ષ ૨૦૦૮-૨૦૦૯માં ૨૬૦૮ બેઠકોની ક્ષમતાવાળી ૨૦ નવી આઇ.ટી.આઇ. શરૂ કરવામાં આવી. આ નવી આઇ.ટી.આઇ. આદિજાતિ વિસ્તાર, એસ.સી.એસ.પી. વિસ્તાર, દરિયાકિનારાના વિસ્તાર, વિકાસશીલ તાલુકાઓમાં અને ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી. ગુણવત્તાસભર તાલીમ માટે આ આઇ.ટી.આઇ. યંત્રો, સાધન સામગ્રી અને સામગ્રી, કોમ્પ્યુટર, ઓફિસના સાધનો, શીખવવાના સાધનો, પુસ્તકો અને સામયિકો તેમ જ વિશેષજ્ઞો વગેરેમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના કૌશલ્યોને ઉચ્ચ સ્તરે લઇ જવા અને અદ્યતન બનાવવા, વડોદરામાં હાઇ ટેક તાલીમ કેન્દ્ર અને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત તેમ જ અંકલેશ્વર ઇન્સ્ટ્રકટર તાલીમ સંસ્થામાં એડવાન્સ વ્યાવસાયિક તાલીમ યોજના (એ.વી.ટી.એસ.) કાર્યરત કરવામાં આવી, વડોદરા વિભાગના તાલીમી અને બિન તાલીમી કર્મચારીઓને શીખવવાનું મુખ્ય કેન્દ્ર છે. આ સંસ્થાઓના સાધનોમાં અદ્યતનકરણ, હાર્ડવેર અને સોફ્ટવેરના સાધનો, અધ્યયન સ્ત્રોત સામગ્રી, સંદર્ભ પુસ્તકો અને અદ્યતન કામ કરવાની જગ્યાઅને વર્ગખંડોની સગવડોની મુખ્ય આવશ્યકતા છે.
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ખાસ કરીને બાંધકામ, સેવા ક્ષેત્ર અને જ્યાં રોજગારીની તકો મળી રહે એવા વિવિધ ક્ષેત્ર જેવા અસંગઠિત ક્ષેત્રોમાં ટૂંકા ગાળાની વિવિધ તાલીમ યોજનાઓ અને માપાંકન રોજગાર કૌશલ્ય દ્વારા કૌશલ્ય વિકાસ માટે નવી વ્યૂહરચનાઓ ઘડે છે. રાજ્યની આઇ.ટી.આઇ. માટે રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ આઇ.એસ.ઓ:૯૦૦૧:૨૦૦૦ પ્રમાણપત્ર મેળવ્યું અને રાજ્યની વધારે આઇ.ટી.આઇ. માટે મેળવશે. આઇ.ટી.આઇ.ની સરળ કામગીરી માટે બાંધકામ, સાધન-સામગ્રી/ફર્નિચર વગેરે જેવા પાયાના આંતરમાળખાની આવશ્યકતા રહે છે. વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય સમિતિએ દરેક વિનિમય અને એકમ માટે વર્કશોપ/વર્ગખંડ માટેના ધારાધોરણો નક્કી કર્યા છે જે એન.સી.વી.ટી. સાથે જોડાણ કરવા માટે અનિવાર્ય છે. |