શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

ગ્રામીણ શ્રમ આયુક્ત

એલ. બી. આર. ૧૬ સામાજિક સલામતી ભંડોળ

રાજ્યના ૧૪ – ૭૦ વર્ષની વય જૂથના ૮૫. ૯૩ લાખ કરતાં વધુ અસંગઠિત મજૂરો માટે જૂથ વીમા યોજના (શ્રમિક સુરક્ષા યોજના) પેટે રૂ.૧,૦૦,૦૦૦/- અકસ્માત, મૃત્યુ અને કાયમી વિકલાંગતાના સંજોગોમાં અને રૂ.૫૦,૦૦૦/- અકસ્માતને કારણે થતી કાયમી વિકલાંગતાના સમયે વીમા નાણાં યોજના વિભાગના નિયામક દ્વારા ચૂકવવામાં આવે છે જે ૧/૪/૨૦૦૮ થી અમલમાં છે. તારીખ ૨૬-૧૦-૨૦૦૫ થી વીમાની રકમ અનુક્રમે રૂ.૧,૦૦,૦૦૦/- અને રૂ. ૫૦,૦૦૦ જેટલી વધારવામાં આવશે. તેમ છતાં, વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માટે આ ઉપશીર્ષક, ૧૫૦ ગ્રામ્ય કામદાર કલ્યાણ કેંન્દ્રો, એલ. બી. આર.-૧૬ હેઠળ.

આ યોજના હેઠળ બોર્ડ દ્વારા ગંભીર રોગો, જાગૃતિ શિબિર, પ્રાથમિક સહાય બોક્સ વગેરેમાં નાણાંકિય સહાય જેવી પ્રવૃતિઓ માટે શ્રમિક સુરક્ષા યોજનાને પૂરક રૂ.૯૦૭.૫૫ લાખ પ્રદાન કરવામાં આવ્યા હતા વીમા યોજના કે જે પહેલા વીમા કંપનીની મદદ દ્વારા ચલાવવામાં આવતી હતી તે હવે વિભાગ જાતે ચલાવશે. બોર્ડ દ્વારા આ યોજના તારીખ ૨/૧૦/૦૫ થી અમલમાં મૂકવામાં આવી છે.

સૂચિત ફાળવણીમાંથી રૂ.૭૮.૦૦ લાખ આદિજાતિ ગૌણ યોજના (એસ.સી.એસ.પી.) ને આદિજાતિ જ્ઞાતિ સમુદાયને ફાળવવામાં આવશે.( એન. જી. પી. માં થી બાકાત વેચાણની સંપૂર્ણ યોજનાના ૧૫% ની ફાળવણી) એન.જી.પી. માં થી બાકાત) જ્યારે રૂ.૧૬.૦૦ લાખ+૧૦ લાખ નવ ગુજરાત નમૂના માટે એમ કુલ ૧૭૦ લાખ આદિજાતિ વિસ્તાર ગૌણ યોજનાને આદિજાતિ જ્ઞાતિ સમુદાયને ફાળવવામાં આવશે. (એન.જી.પી. સાથે વેચાણના સંપૂર્ણ યોજનાના ૨૦.૪૩% ની ફાળવણી.).

એલ.બી.આર.-૧૭ અગરિયાઓની કલ્યાણ પ્રવૃતિઓ: પી. એ. પી.
અગરિયાઓની ઉન્નતિ માટે ગરીબી હટાવો યોજના હેઠળ રાજ્ય સરકારે ૧૯૯૨ ના અંતથી અગરિયાઓ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે.
અગરિયાઓ માટે નીચે પ્રમાણેની પ્રવૃતિઓ અમલમાં મૂકવામાં આવશે.
(અ) ગ્રામ્ય કામદાર કલ્યાણ કેન્દ્રો (૪૫ કેન્દ્રો)
(બ) સામાન્ય જાગૃતિ શિબિર.
(ક) પ્રાથમિક સહાય બોક્સ.
(ડ) પાકાં રહેઠાણોનું બાંધકામ.
(ઇ) હંગામી બાલવાડી યુક્ત ઘોડિયાં ઘરો (૫૦ કેન્દ્રો)
આ યોજના હેઠળ વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માટે અને વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માટે રૂ.૧.૦૦ નું મૂડીરોકાણ કરવામાં આવ્યું.

કલ્યાણ કેન્દ્રો કે જે ગુજરાત ગ્રામ્ય કલ્યાણ સંઘ દ્વારા ચલાવવામાં આવે છે, હાલમાં આઇ.સી.ડી.એસ. (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ) હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખર્ચ તેમના દ્વારા નિભાવવામાં આવશે. આ વિભાગ ફક્ત આઇ.સી.ડી.એસ. દ્વારા બાકાત ખર્ચ માટેની જોગવાઇ કરશે.

પાછળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 10/11/2011
વપરાશકર્તાઓ : 455971
ડિસક્લેમર