| ૨૦ નવી આઈ ટી આઈ શરુ કરવી. |
|---|
| કુશળ કારીગરોની નિયમિત વધતી જતી માંગને પહોંચી વળવા:૬૭૫૨૮ બેઠક ક્ષમતા સાથેની ૧૬૫ આઈ ટી આઈ ચાલુ અને ઉદભવતા ઉદ્યોગોમાં જરૂરી કુશળ કારીગરો પૂરા પાડવામાં હજુ સક્ષમ નથી. આ મુદ્દામાં ૨૦ નવી આઈ.ટી.આઈ શરુ કરવાની જોગવાઈ છે જેમાથી વર્ષ ૨૦૦૯–૧૦માં ૦૨ આઈ.ટી.આઈ, ટી.એ.એસ.પી. હેઠળ છે, ૦૨ આઈ.ટી.આઈ, મહિલાઓ માટે છે, ૦૨ આઈ.ટી.આઈ, વિકલાંગ વ્યક્તિઓ માટે છે. આ બધી આઈ.ટી.આઈ.માં આંતરમાળખાકીય સગવડો ઉભી કરવા માટે અને કર્મચારિઓની જગ્યા ઉભી કરવા માટે, મશીનરી સાધનો, ફર્નીચર, વાહનો, શિક્ષણ સામગ્રીઓની જરૂર પડશે. સી.ટી.એસ. હેઠળ રૂ.૫૦૦.૦૦ લાખના ખર્ચની જોગવાઈ છે. |
| આઈ.ટી.આઈ.માં ૫૦૦૦ બેઠકો વધારવી |
|---|
| વિશ્વ આર્થિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા ઉદ્યોગોએ ઉત્પાદનની આધુનિક પદ્ધત્તિઓ અપનાવવાની અને ઉત્પાદકતા વધારવાની જરૂર છે, આઈ.ટી.આઈ.ને ફરતે ઘણા ઉદ્યોગો ઉભા થયા છે અને ઘણા કૌશલ્યોની અછત છે, નવા વ્યવસાયો દાખલ કરવાની અને હાલના વ્યવસાયોને સશક્ત કરવાની ખૂબજ જરૂર છે, માટે પ્રવર્તમાન આઈ.ટી.આઈ. માં ઉદ્યોગોની સ્થાનીય જરૂરિયાત મુજબ ૫૦૦૦ બેઠકો શરુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરી ને આદિજાતિ ક્ષેત્રોમાં આઈ.ટી.આઈ.ના અભ્યાસક્રમોની માંગ વધી છે જેથી મોટા ભાગની બેઠકો આદિજાતિ ઉમેદવારોથી ભરાઈ જાય છે. પણ આદિજાતિ ક્ષેત્રોમાં કાર્યરત પ્રમુખોના જણાવ્યા પ્રમાણે સામાન્ય વર્ગ/અ. પ.વ. અને અન્ય ઘણા ઉમેદવારો પ્રવેશ મેળવવા થી વંચિત રહી જાય છે. આથી, આદિજાતિ ક્ષેત્રોની આઈ.ટી.આઈ. માં સામાન્ય/અ. પ.વ. ના ઉમેદવારો માટે કેટલાક નવા વર્ગો શરુ કરવા બહુજ જરૂરી છે. કર્મચારિઓ, મશીનરી સાધનો, ફર્નીચર, વાહનો, શિક્ષણ સામગ્રીઓની જરૂર પડશે. સી ટી એસ હેઠળ રૂ.૭૦૦.૦૦ લાખ ના ખર્ચ ની જોગવાઈ છે. |
| વાહન ચાલન શિક્ષણ શાળા શરુ કરવી |
|---|
| અક્સ્માતોમાં ઘણા લોકોની જાન જાય છે અને વધારે પડતી ઘટનાઓમાં તેનું કારણ અસુરક્ષિત વાહન ચાલન હોય છે. વાહન ચાલનની ગુણવત્તામાં સુધારો કરવા અને ઓછી ફી પર સુરક્ષિત અને યોગ્ય વાહન ચાલન જ્ઞાન આપવા માટે જિલ્લા આઈ.ટી.આઈ.માં ૧૭ વાહન ચાલન શિક્ષણ શાળાઓ કાર્યરત છે. ૭ પસંદગીની આઈ.ટી.આઈ.માં વધુ વાહન ચાલન શિક્ષણ શાળાઓ શરુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વાહન ચાલન શિક્ષણ શાળાઓનું આંતર માળખું વિકસિત કરવા, ઉપકરણો અને મોટર વાહનો માટે વર્ષ ૨૦૦૯–૧૦ દરમ્યાન રૂ.૧૪.૦૦ લાખના ખર્ચની જોગવાઈ છે. |
| સહાયક સ્ટોરકીપરની ખૂટતી તક્નીકી જગ્યાઓ મંજૂર કરવી |
|---|
| ડી.જી.ઈ.ટી., ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો પ્રમાણે, વ્યવસાયો ના અભ્યાસક્રમમાં સૂચવેલ વિવિધ પ્રક્રિયાઓ માટે, ઉપકરણો અને કાચો માલ ખરીદવા માટે અને ૧૬ તાલીમાર્થિઓના દરેક વર્ગ માટે જોડાણ મેળવવા, તકનીકી કર્મચારિઓની જરૂરિયાત રહેશે. ખરીદ માર્ગદર્શિકામાં નિર્દિષ્ટ પ્રક્રિયા પ્રમાણે રાજ્યના નાણાંકીય નિયમોને અનુસરતા સામાન ખરીદવામાં આવશે અને ધોરણો મુજબ તેના માટે સહાયક સ્ટોરકીપરની ૨૧૪ જગ્યાઓની જરૂર પડશે. ધોરણો મુજબ રાજ્યમાં સહાયક સ્ટોરકીપરની ૧૬૮ જગ્યાઓ પહેલીથી ખૂટે છે. સહાયક સ્ટોરકીપરની ખૂટતી તક્નીકી જગ્યાઓ મંજૂર કરવા માટે રૂ.૪૧.૧૬ લાખની જોગવાઈ પ્રસ્તાવિત છે. |
| ૫૦ સરકારી આઈ.ટી.આઈ.માં કોમ્પ્યુટર ઑપરેટર કમ પ્રોગ્રામીંગ સહાયકના વ્યવસાય માટે ફર્નીચર ખરીદવા. |
|---|
| કોમ્પ્યુટર સંબંધી અભ્યાસક્રમો માટે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. આ હેતુ માટે, ૫૦ આઈ.ટી.આઈની કોમ્પ્યુટર પ્રયોગશાળાઓમાં, કોમ્પ્યુટર ઑપરેટર કમ પ્રોગ્રામીંગ સહાયકના વ્યવસાય માટે કોમ્પ્યુટર ટેબલ, કોમ્પ્યુટર ખુરસીઓ અને પ્રશિક્ષક માટે ટેબલ અને ખુરસી જેવી આંતરમાળખાકીય સગવડો ઉભી કરવા વર્ષ ૨૦૦૯–૧૦માં રૂ.૬૦.૦૦ લાખ આપવા ની જોગવાઈ છે. (કોમ્પ્યુટર પ્રયોગશાળા માટે દરેક આઈ ટી આઈ ને રૂ.૧.૨૦ લાખ) |