| . | રોજગાર વિનિમય કેન્દ્રો નું નવીનીકરણ અને ઉન્નત્તિ |
|---|
| રોજગાર વિનિમય કેંન્દ્રોની પદોન્નત્તિ અને નવીનીકરણ માટે રૂ.૧૦૦.૦૦ લાખ ની જોગવાઈ પ્રસ્તાવિત છે. |
| . | આઈ.ટી.આઈ.ખાતે નોકરી સલાહકાર કચેરી:૩૭ નોકરી સલાહકાર કચેરીઓમાં કર્મચારિઓની જોગવાઈ. |
|---|
| ૩૭ નોકરી સલાહકાર કચેરીઓમાં કરાર આધારે નોકરી સલાહકાર, વ્યવસાય માર્ગદર્શક, ડેટા એન્ટ્રી ઑપરેટર કમ ગ્રંથપાલની જગ્યા મંજૂર કરવી. રૂ.૭૩.૨૬ લાખ નો ખર્ચ પ્રસ્તાવિત છે. |
| . | આઈ.ટી.આઈ.ના પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોમાં નવી નોકરી સલાહકાર કચેરીઓ સ્થાપવી : |
|---|
| વર્ષ ૨૦૦૯–૧૦માં આઈ.ટી.આઈ.ના પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોમાં પાંચ નવી નોકરી સલાહકાર કચેરીઓ શરુ કરવામાં આવશે. રૂ.૧૫.૦૦ લાખ નો ખર્ચ પ્રસ્તાવિત છે. |
| . | રોજગાર વિનિમય કેન્દ્રો સાથે નોંધાયેલ અ.જા./અ.જ.જા.વર્ગના, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના, સામાન્ય ઉમેદવારો અને મહિલા બેરોજગાર વ્યક્તિઓ માટે અંગ્રેજી તાલીમ માટેના એસ.સી.ઓ.પી.ઈ.વર્ગો. |
|---|
| અંગ્રેજી તાલીમ માટેના એસ.સી.ઓ.પી.ઈ.વર્ગો. માટે,અ.સૂ.જા./અ.સૂ.જ.જા., ગરીબી રેખા નીચે જીવતા, મહિલા ઉમેદવારો માટે રૂ. ૧૫૦૦ની અને અન્ય ઉમેદવારો માટે રૂ.૧૦૦૦ની એક પ્રતિમાહ શિષ્યવૃત્તિ (જેથી ઉમેદવારો અભ્યાસક્રમની ફી ચૂકવી શકે અને પુસ્તકો, લેખનસામગ્રી, બસ ટિકિટ, પરચુરણ વિ. ખરીદી શકે) વર્ષ ૨૦૦૯–૧૦ દરમ્યાન ૭૫૦૦ ઉમેદવારોને તાલીમ આપવાનું લક્ષ્ય હોઈ શકે છે. રૂ.૧૦૦.૦૦ લાખનો ખર્ચ (જેમાંથી રૂ.૧૫.૦૦ લાખ ટી.એ.એસ.પી.હેઠળ અને રૂ.૯.૭૫ લાખ એસ.સી.એસ.પી.હેઠળ) પ્રસ્તાવિત છે. |
| . | રોજગાર વિનિમય કેન્દ્રો સાથે નોંધાયેલ અ.સૂ.જા./અ.સૂ.જ.જા.વર્ગના, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના અને સામાન્ય ઉમેદવારો ના બેરોજગાર વ્યક્તિઓને બાંધકામ માટેના કૌશલ્યની તાલીમ. |
|---|
| વિવિધ આઈ ટી આઈ માં ચાલતા બાંધકામ કૌશલ્ય તાલીમ અભ્યાસક્રમો માં હાજરી આપવા, અ.સૂ.જા./અ.સૂ.જ.જા., ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના ઉમેદવારો માટે રૂ.૨૫૦૦ની અને અન્ય ઉમેદવારો માટે રૂ.૧૫૦૦ની એક પ્રતિમાહ શિષ્યવૃત્તિ. નાણાંકીય વર્ષ ૨૦૦૯– ૧૦ દરમ્યાન ૧૧૦૦ ઉમેદવારો ને તાલીમ આપવા નું લક્ષ્ય હોઈ શકે છે. રૂ.૯૯.૭૫ લાખ નો ખર્ચ ( જેમાંથી રૂ.૨૩.૬૨ લાખ ટી.એ.એસ.પી.હેઠળ અને રૂ.૧૫.૭૫ લાખ એસ.સી.એસ.પી.હેઠળ ) પ્રસ્તાવિત છે. |
| . | ગુજરાતના તટીય ક્ષેત્રોમાં ભારતીય નૌ સેનામાં ભરતી માટે અનુશિક્ષણની સાથે સાથે માર્ગદર્શક તાલીમ વર્ગો (સાગરખેડુ હેઠળ) |
|---|
| રાજ્યના તટીય ક્ષેત્રોના ઉમેદવારોને ભારતીય નૌ સેનામાં ભરતી માટે વધુ અસરદાર તાલીમ અને ઉત્તમ માર્ગદર્શન આપવા ગુજરાતના તટીય આઈ.ટી.આઈ.માં છ માહની મુદત ના અનુશિક્ષણની સાથે સાથે માર્ગદર્શક તાલીમ વર્ગો શરુ કરવામાં આવશે. નૌ સેના ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસક્રમ પ્રમાણે કુલ ૨૬૦ કલાકની તાલીમ આપવામાં આવશે. એક નૌ સેના તાલીમ વર્ગ માટે રૂ.૩.૫૭ લાખનો ખર્ચ, આવા ૭ વર્ગો માટે રૂ.૨૪.૯૯ લાખનો ખર્ચ પ્રસ્તાવિત છે.
વર્ષ ૨૦૦૯–૧૦ દરમ્યાન ઈ એમ.પી.હેઠળ નવી બાબતોના રૂ.૪૧૩.૦૦ લાખ સહિત કુલ રૂ.૬૬૧.૭૨ લાખની જોગવાઈ પ્રસ્તાવિત છે. |