શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

શ્રમ આયુક્તની કચેરી

એલ.બી.આર. - ૧ : શ્રમ આયુક્તની કચેરી હેઠળના મહેકમનું સશક્તિકરણ

વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં, સરકારે મદદનીશ શ્રમ આયુક્ત અને સરકારી શ્રમ અધિકારીના અધિકારીક ઉપયોગ માટે વાહનો ભાડે રાખવા માટે રૂ. ૨૬.૫ લાખના ખર્ચની પરવાનગી આપેલ છે. આ મંજૂરી રૂ. ૫/- પ્રતિ કિલોમીટર દીઠ એક મહિનાના ૨૫૦૦ કિલોમીટરના ધોરણે આપવામાં આવેલ છે. આ જોગવાઈ મુખ્ય કચેરીનાં ૪ ભાડે વાહનો અને જિલ્લા કક્ષાની કચેરીઓનાં ૧૬ ભાડે વાહનોનો સમાવેશ કરે છે. આથી, આ હેતુ ચાલુ રાખવા માટે વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં વાહનો ભાડે રાખવા માટે રૂ. ૧૨.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ માં, સરકારે કરારના ધોરણે શ્રમ સલાહકાર બૉર્ડના અધિકારીક ઉપયોગ માટે વાહનો ભાડે રાખવા માટે રૂ. ૧.૦૦ લાખના ખર્ચની પરવાનગી આપેલ છે. આ મંજૂરી રૂ. ૫/- પ્રતિ કિલોમીટર દીઠ એક મહિનાના ૨૫૦૦ કિલોમીટરના ધોરણે આપવામાં આવેલ છે. આ હેતુ ચાલુ રાખવા માટે વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં વાહનો ભાડે રાખવા માટે રૂ. ૧.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

અન્ય ખર્ચ - રૂ. ૩ લાખ.
એલ.બી.આર. - ૧૩ : બોઈલર નિયામક હેઠળના મહેકમનું સશક્તિકરણ

વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માટે જિલ્લા કક્ષાની બોઈલર કચેરીઓ ખાતે આયોજીત યોજના હેઠળ મંજૂર થયેલ કર્મચારીગણના નિભાવ માટે રૂ. ૪૮.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

કચેરી ખર્ચ - રૂ. ૦.૫૦ લાખ.
એલ.બી.આર. - ૨૧ : મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનને સંશોધન, તાલીમ અને વિકાસ કાર્યક્રમો માટે સહાયક અનુદાન

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનની સ્થાપના વર્ષ ૧૯૭૯ માં મધુર ઔદ્યોગિક સંબંધો અને કામદારોને સામાજીક ન્યાય પૂરો પાડવા માટે તથા શ્રમના ક્ષેત્રમાં સંશોધન, તાલીમ અને શિક્ષણના મુખ્ય હેતુ સાથે કરવામાં આવેલ. આ સંસ્થા ખાનગી તથા જાહેર ક્ષેત્રના અસંગઠીત અને સંગઠીત કામદારો સહિતના શ્રમિકોના ઉદ્દેશોમાં મદદરૂપ થવાનું લક્ષ્ય ધરાવે છે. આ સંસ્થા કામદાર સંઘો, કામદારો અને સામાજીક સંસ્થાઓને સહાયક અનુદાન પણ પુરું પાડે છે. વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ ની વાર્ષિક વિકાસ યોજના માટે રૂ. ૬૦.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

એલ.બી.આર. - ૨૬ : શહેરી અસંગઠીત ક્ષેત્રના કામદારોને સામાજીક સુરક્ષા
ગુજરાત અસંગઠીત કામદાર કલ્યાણ બૉર્ડ (કૃષિ કામદારો સિવાયના)

શહેરી અસંગઠીત ક્ષેત્રના કામદારોને સામાજીક સુરક્ષા પૂરી પાડવા માટે, સરકારે વર્ષ ૨૦૦૭ માં શ્રમ આયુક્ત, ગુજરાત સરકારની અધ્યક્ષતા હેઠળ ગુજરાત અસંગઠીત કામદાર કલ્યાણ બૉર્ડ (કૃષિ કામદારો સિવાયના) ની સ્થાપના કરેલ છે. વાર્ષિક વિકાસ યોજના - ૨૦૦૭ - ૨૦૦૮ માં, આ બોર્ડ માટે અલગ અંદાજપત્ર શીર્ષક ફાળવાયેલ ન હોવાના કારણે, રૂ. ૫૦ લાખની જોગવાઈ ગ્રામીણ શ્રમ આયુક્તના અંદાજપત્ર શીર્ષક એલ.બી.આર. - ૧૪ હેઠળ કરવામાં આવેલ.

વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ માં આ બૉર્ડ માટે અલગ અંદાજપત્ર શીર્ષક એલ.બી.આર. - ૨૬ ફાળવવામાં આવ્યું. આથી વર્ષ ૨૦૦૭ - ૦૮ અને ૨૦૦૮ - ૦૯ માં જે યોજનાઓ નવી બાબતો તરીકે મંજૂર થયેલ હતી તે વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં ચાલુ યોજનાઓ તરીકે ગણવામાં આવેલ છે. એલ.બી.આર. - ૨૬ હેઠળ ચાલુ યોજનાઓ તરીકે નીચેની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે રૂ. ૧૬.૭૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

પાછળ જુઓ આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 9/11/2011
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર