શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

શ્રમ આયુક્તની કચેરી

ચાલુ યોજનાઓ
રૂ. ૨૨૬.૮૦ લાખનું મૂડી રોકાણની દરખાસ્ત વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માટેની વાર્ષિક વિકાસ યોજનામાં ચાલુ યોજનાઓ તરીકે કરવામાં આવેલ છે. તેની વિગતો નીચે મુજબ છે :
એલ.બી.આર. - ૧ : શ્રમ આયુક્તની કચેરી હેઠળના મહેકમનું સશક્તિકરણ :

વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માટે જિલ્લા કક્ષાની શ્રમ કચેરી ખાતે ૨૦૦૮ - ૨૦૦૯ માં મંજૂર થયેલ મદદનીશ શ્રમ આયુક્તની ૫ જગ્યાઓ અને બાળ મજૂરી એકમના જુનિયર ક્લાર્કની ૫ જગ્યાઓ (૨૫૦૦ સ્થાયી પગાર) સહિત આયોજીત યોજના હેઠળ મંજૂર થયેલ કર્મચારીગણના નિભાવ માટે રૂ. ૮૦.૧૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

કામદાર - સંચાલકોના સારા સંબંધો એક કળા છે અને એક વિજ્ઞાન પણ છે. આથી, વિભાગના અધિકારીઓને સુલભ સંદર્ભ માટે પુસ્તકો, નિયતકાલિકો, સામયિકો, અહેવાલો, વગેરે ઉપલબ્ધ કરાવીને જુદા જુદા વર્તમાન શ્રમ કાયદાઓનું જ્ઞાન પૂરું પાડવું જરૂરી છે. આધારમાળખાંની સગવડ મજબૂત કરવા માટે, ઓન - લાઈન કોમ્પ્યૂટરાઈઝેશન, સંબંધિત વેબ સાઈટો સાથે જોડાણ, વગેરે. ૨૦૦૯ - ૨૦૧૦ ના વર્ષ માટે પુસ્તકાલયના વિકાસ માટે રૂ. ૦.૫૦ લાખના ખર્ચની દરખાસ્ત કરાયેલ છે.

વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં, મહિલાઓ અને બાળ મજૂરીને લગતા કાયદાઓ તથા ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલ અન્ય કોઈ પણ યોજનાઓના અમલીકરણ માટે રૂ. ૧.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે. આ ભંડોળ સંમેલનો, પરિસંવાદો યોજીને, પોસ્ટરો, હોર્ડિંગો, પત્રિકાઓ અને અન્ય જાહેર માધ્યમોની ઝુંબેશોની રીતે લોકો, કામદાર સંઘમાં જાગરૂકતા પેદા કરવા માટે વાપરવામાં આવશે.

વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માં જિલ્લા અને તાલુકા કક્ષાએ લોક અદાલતો યોજવા માટે રૂ. ૧.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં લોક અદાલત એક સફળ પ્રયોગ રહેલ છે અને તેની સમગ્ર દેશમાં કદર થયેલ છે. શ્રમ આયુક્તની કચેરી હેઠળના અધિકારીઓ અદાલતમાં મુકદ્દમાઓ દાખલ કરે છે. તેઓએ અદાલતમાં હાજર રહેવું પડે છે અને તેમાં સમય જાય છે અને ખર્ચ થાય છે તથા તેટલા સમય માટે તેઓ શ્રમીકોના હિત માટે ફરજ બજાવી શકતા નથી. આ સંજોગોમાં, એવી દરખાસ્ત કરવામાં આવે છે કે જો આવા મુકદ્દમાઓનો લોક અદાલત દ્વારા તબક્કા વાર નિકાલ લાવવામાં આવે તો તેનાથી નાણાં અને સમયની પુષ્કળ બચત થશે. આ ઉપરાંત, તેનાથી પડતર મુકદ્દમાઓનો ઝડપી નિકાલ સુનિશ્ચિત થઈ શકે છે. જાગરૂકતા ઉભી કરવા માટે લોક અદાલત યોજવા માટે આકસ્મિક અને સાહિત્ય છાપવા માટેનો આશરે રૂ. ૩.૦૦ લાખનો ખર્ચ થવાની સંભાવના છે.

ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ એન.સી.પી.એલ. પ્રોજેક્ટ જોખમી કાર્યોમાંથી દૂર કરાયેલા બાળ મજૂરોને માળખાંકીય સંક્રન્તિકાળ શિક્ષણ પૂરું પાડવાનું સુનિશ્ચિત કરે છે. હાલમાં, ગુજરાતમાં ૯ જિલ્લાઓમાં સર્વેક્ષણ કરવામાં આવેલ છે, જેમાંથી ૯ જિલ્લાઓ માટે ભારત સરકારે ૧૨૩ શાળાઓને બાળ મજૂરોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે શિક્ષણ પૂરું પાડવાની મંજૂરી આપેલ છે. આનો હેતુ તેમને સુસંગત ટૂંકા ગાળાના સેતુ શિક્ષણની જોગવાઈ દ્વારા જોખમી કાર્યોમાંથી દૂર કરીને મુક્ત કરાવવાનો અને પાછળથી તેમને ઔપચારિક શાળાઓ / વ્યાવસાયિક તાલીમના પ્રવાહમાં જોડવાનો છે. આ પરિયોજનાનું ૧૦૦% ભંડોળ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. આ પરિયોજના સંગઠન એન.સી.પી.એલ. ને શૈક્ષણિક સાધનો, ગણવેશો, રમત - ગમત - સંગીત અને અન્ય મનોરંજનનાં સાધનો અને પ્રવૃત્તિઓ તથા અનૌપચારિક તાલીમના રૂપમાં મદદ કરી શકે છે.

વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ માં રૂ. ૧૨.૦૦ લાખનો ખર્ચ એન.સી.પી.એલ. પરિયોજના (બાળ મજૂરોના પુનર્વસન) માટે મંજૂર કરવામાં આવેલ છે. એન.સી.પી.એલ. શાળાઓમાં ૬૦૦૦ બાળકોને એસ.એસ.એ. ની અભ્યાસ સામગ્રી તથા અભ્યાસક્રમ પુસ્તક આપવામાં આવેલ છે. ૧૨૩ એન.સી.પી.એલ. શાળાઓમાં દફતરો, ગણવેશો, રમત - ગમતનાં સાધનો, કાળાં પાટિયાં, લાકડાનાં રમકડાં, કલર બોક્ષ, વ્યાવસાયિક સામાન, વગેરે જેવી વધારાની જરૂરીયાતોને સંતોષવા માટે રાજ્યના અંદાજપત્રની મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજના ચાલુ રાખવા માટે, ૨૦૦૯ - ૨૦૧૦ ના વર્ષમાં રૂ. ૧૦.૦૦ લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવેલ છે.

આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 9/11/2011
વપરાશકર્તાઓ : 399395
ડિસક્લેમર