| શ્રમ અને મજૂર કલ્યાણ પેટા વિભાગો હેઠળ જુદા જુદા શ્રમ કાયદાઓનું પાલન અને વિવિધ કલ્યાણ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. વિભાગ ખાસ કરીને વંચિત અને સમાજથી દૂર રખાયેલા કામદારોના રક્ષણ અને સ્વ-સલામતી માટે અધિકૃત આદેશ આપે છે. યોજનાઓનો અમલ કાયદાઓના અસરકારક પાલન, મજૂરોની ખરાબ પરિસ્થિતિમાં સમયસરની દરમિયાનગીરી અને ઔદ્યોગિક સલામતી અને નિયમિત વ્યવસાયિક તંદુરસ્તીની ખાતરી આપે છે. કૃષિ અને ગ્રામ્ય કામદારો સહિત અસંગઠિત વિભાગોના અમલ માટે સામાજિક સલામતી યોજનાઓ જેવી કે શ્રમિક સુરક્ષા યોજના, ગંભીર રોગોની સારવાર માટે આર્થિક સહાય યોજના વગેરેનો અમલ કરવામાં આવ્યો છે. કૃષિ વિભાગ માટે લઘુત્તમ પગાર કાનૂનનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે રોજગાર પાંખ વ્યાવસાયિક કૌશલ્યો પ્રદાન કરવા અને જુદા જુદા ઉદ્યોગોમાં કૌશલ્યયુક્ત માનવ બળ મેળવવા માટે મોટી સંખ્યામાં યોજનાઓનું પાલન કરે છે.
વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માટે મજૂર સબંધિત રૂ. ૯૪૬૮.૫૪ લાખની પ્રવર્તમાન યોજનાઓ અને રૂ. ૩૨૩૧.૪૬ ની નવી યોજનાઓ સાથે આ વિભાગનું કુલ મૂડીરોકાણ રૂ. ૧૨૭૦૦.૦૦ લાખ હતું. તેમાંથી નવ ગુજરાત નમૂના હેઠળ રૂ. ૨૯૯.૦૦ લાખના સમાવેશ સાથે રૂ. ૨૨૩૨.૦૦ લાખની ભલામણ આદિજાતિ વિસ્તારમાં ગૌણ યોજનાઓ માટે અને વિશેષ ઘટક યોજના હેઠળ રૂ. ૯૦૧.૦૦ લાખની ભલામણ કરવામાં આવી છે. |