શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

ઇન્ફરમેશન ટેકનોલોજી

સોફ્ટવેર

અમદાવાદ અને ગાંધીનગરની ગૌણ કચેરીઓના સ્તરે આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. ના વિસ્તરણ માટે, આ વિભાગ અને બોર્ડ સહિતની તેની ઉપ કચેરીઓ માટે સોફ્ટવેરની ખોટ પૂરવા ટી. સી. એસ. ના વ્યવહારુ અહેવાલ દ્વારા કાર્ય કરવામાં છે. કેટલીક કચેરીઓમાં ટી. સી. એસ. ના વ્યવહારુ અહેવાલના સૂચનથી સોફ્ટવેરની આવશ્યકતા અંગેનો અંદાજ કાઢવામાં આવે છે.

વિભાગે સોફ્ટવેરને સબંધિત તમામ પ્રવર્તમાન એપ્લીકેશન જેમ કે ટી. એસ. પી. સોફટવેર, વેબસાઇટ, અને આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. ના સંયોજન સાથે સાહસવૃતિની સવલતો ઉભી કરવા તેને પ્રોત્સાહન આપવા માટે પણ આયોજન કર્યું છે. આપણે પણ વિભાગ કક્ષાએ સલાહ આપવા માટે એક કંટ્રોલ રૂમ ઉભો કરવાનું આયોજન કર્યુ છે.

વિભાગે વર્ડ પ્રોસેસર સોફટવેર, સિસ્ટમ સોફ્ટવેર, એન્ટરપ્રાઇઝ સર્ચ સોલ્યુશન સોફ્ટવેર, મોનિટરીંગ સોલ્યુશન સોફ્ટવેર અને અન્ય ઇન્ફરમેશન કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી સોફ્ટવેર ની કિંમત પેટે રૂ. ૫૦,૦૦,૦૦૦ ની જોગવાઇ કરી છે.

કર્મચારી તાલીમ

આઇ. ટી. લાયબ્રેરી, પાયાની અને આગોતરી વિશેષ તાલીમ આઇ. ટી. આયોજનના વિકાસને આકાર આપે છે. આથી, તમામ કર્મચારીઓને શિક્ષિત કરવાનું આયોજન કર્યુ હતુ કે જેથી તેઓ કોમ્પ્યુટર ઉપર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારા માટે ઇચ્છીત પરિણામ આપે. ઇન્ફરમેશન ટેકનોલોજી ઝડપી પરિવર્તિત ટેકનોલોજી છે. કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે અને કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર પાસેથી વધુમાં વધુ મૂલ્ય સહાયક કાર્ય.મેળવવા વિભાગના કર્મચારીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવી આવશ્યક છે. તેથી, આ માટે રૂ. ૩,૦૦૦,૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

પરચૂરણ અને અન્ય ઉપભોક્તા સબંધિત ખર્ચ

વિભાગ અને ગૌણ કચેરીઓમાં હસ્ત લિખિત પેપરો પસંદ પડતા નથી કચેરીઓને પણ પ્રિન્ટર દ્વારા સજ્જ કરાય છે. તેથી, વિવિધ અને અન્ય ઉપભોક્તા સબંધિત ખર્ચ પેટે રૂ. ૨૦,૦૦૦ ની જોગવાઇ કરવામાં આવી છે.

વાર્ષિક જાળવણી કરાર

હાલની પરિસ્થિતિની રૂપરેખા જોતાં, વિભાગ દ્વારા હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદી વોરંટી પીરિયડની બહાર છે તેથી તેનો વાર્ષિક જાળવણી કરાર કરવો જોઇએ. તેથી, વાર્ષિક જાળવણી કરાર જરૂરી છે. તેથી, આ માટે રૂ. ૩,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

તેથી, વિભાગે ઇ – ગવર્નન્સની પ્રવ્રુતિઓ દ્વારા વધારેમાં વધારે લોકોની સેવા કરવાનો અને વર્ષ ૨૦૦૯ - ૨૦૧૦ માટે આઇ. ટી. આંતરમાળખાનું આયોજન કરવાનો લક્ષ્યાંક બનાવ્યો છે.

આ જોગવાઇ માટે નીચે જણાવેલાં કાર્યનું આયોજન કરવામાં આવેલ છે.
ડી. ઇ. ટી. અને આર. એલ. સી. માટે જી – સ્વાન જોડાણ રૂ. ૧૦૦ લાખ
આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. માટે હાર્ડવેરની ખરીદી રૂ. ૯૩ લાખ
આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. માટે સોફ્ટવેરની ખરીદી રૂ. ૫૦ લાખ


પાછળ જુઓ
આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 10/11/2011
વપરાશકર્તાઓ : 399698
ડિસક્લેમર