શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

રોજગાર સેવાઓ અને વૃદ્ધિ યોજના

રોજગાર સેવાઓ નું મૂળ કાર્ય છે જેઓ રોજગાર માગે છે તે લોકો ને રોજગાર પૂરૂં પાડવું. પારંપરિક રીતે રોજગાર વિનિમય કેન્દ્રો બેરોજગાર ઉમેદવારોના નામોની નોંધણી કરે છે અને નિજી તેમજ જાહેર નોકરીદાતાઓને તેમેને ત્યાં ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોના નામો આપે છે. વધુમાં રોજગાર સેવાઓ, લોકોને વ્યાવસાયિક માર્ગદર્શન આપે છે, રોજગાર બજારની માહિતી એકત્ર કરે છે, ખાલી જગ્યાઓ ફરજિયાત જાહેર કરવા બાબતના અધિનિયમ, વિકલાંગ વ્યક્તિઓનો અધિનિયમનું અમલીકરણ કરે છે, દરિયાપાર ભણતર અને રોજગાર વિ. વિશે માહિતી આપે છે. આ હેતુઓ માટે રાજ્યના દરેક જિલ્લાના મુખ્ય મથક ખાતે ૨૬ જિલ્લા રોજગાર વિનિમય કેન્દ્રો કાર્યરત છે. વિવિધ મહાવિદ્યાલયોના સંકુલોમાં આઠ રોજગાર માહિતી અને માર્ગદર્શન કચેરિઓ કાર્યરત છે. આદિજાતિ વિસ્તારોમાં રહેતા અને રોજગાર માગતા લોકોને સહાય કરવા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં, નગર રોજગાર વિનિમય કેન્દ્રો ઉભા થયા છે અને અમદાવાદ અને જામનગર ખાતે બે રોજગાર વિનિમય કેન્દ્રો કેવળ મહિલાઓ માટે કાર્યરત છે.

નવા જિલ્લાઓની રચનાના કારણે, નવસારી, આણંદ, પોરબંદર, પાટણ અને તાપી જિલ્લાઓમાં ૫ નવા રોજગાર વિનિમય કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. નવીનીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે અમે બધા રોજગાર વિનિમય કેન્દ્રોની કચેરિઓનું નવીનીકરણ કરવા ઈચ્છિએ છીએ જેથી તે ઉમેદવારોની નોકરીની બાબતો પર વધુ ધ્યાન આપી શકે. રોજગાર વિનિમય કેન્દ્રોએ આઈ.એસ.ઓ.૯૦૦૧–૨૦૦૦ પ્રમાણપત્ર મેળવવું જોઈએ જેથી ઉમેદવારોને વધુ સારી ગુણવત્તા સાથે સેવાઓ આપી શકાય. વર્ષ ૨૦૦૬-૦૭માં એક દરિયાપાર રોજગાર માહિતી અને માર્ગદર્શન કચેરીની શરુઆત કરવામાં આવી હતી જે દેશ બહાર જવાની ઈચ્છા રાખતા ઉમેદવારોને સેવાઓ આપે છે.

ઉમેદવારો અને નોકરીદાતાઓને એકજ સામાન્ય મંચ પર લાવવા માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય ના યુવાઓ ને નોકરી આપવા માટે જાહેર - નિજી ભાગીદારીની આ એક નવી વિભાવના છે. રાજ્યની વિવિધ શાળા, કોલેજો અને આઈ.ટી.આઈ.માં કારકીર્દી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થિઓને કારકીર્દી વિશે માર્ગદર્શન મળે. સેનામાં ભરતીના સમયે ગુજરાતી ઉમેદવારો નામંજૂર થાય છે, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉમેદવારોને લેખિત પરીક્ષા પહેલા તાલીમ આપવામાં આવે છે.

આઈ.ટી.આઈ.ના શ્રેષ્ઠતા કેન્દ્રોમાં કારકીર્દી માર્ગદર્શન અને નોકરીની સગવડો આપવા માટે રોજગાર સલાહકાર કચેરી શરુ કરવામાં આવી હતી. અ.જા.અને અ.જ.જા.ના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા માટે અનુશિક્ષણ સાથે સાથે માર્ગદર્શન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા હતા. ઈ.એમ.પી.-૬ હેઠળ ચાલુ યોજનાઓ માટે રૂ.૨૪૮.૭૨ લાખની જોગવાઈ પ્રસ્તાવિત છે.

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 9/11/2011
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર