| ગુજરાત કારખાના અધિનિયમ,૧૯૬૩ |
| કારખાના અધિનિયમ, ૧૯૪૮ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમોના અમલીકરણ પછી કારખાનાઓમાં કામ કરતા કામદારો માટે સલામતી, આરોગ્ય, કલ્યાણ, કામના કલાકો અને વેતન સહિતની રજા માટેની જોગવાઇઑ. |
| વેતન ચૂકવણી અધિનિયમ, ૧૯૩૬ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમો. |
| વેતન ચૂકવણી અધિનિયમ, કારખાનાના કામદારોને કોઇપણ ગેરકાનૂની કપાત વગર નિર્દિષ્ટ સમયમાં ચૂકવણી આવશ્યક. |
| પ્રસૂતિ હિતલાભ અધિનિયમ, ૧૯૬૧ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમો. |
| પ્રસૂતિ હિતલાભ અધિનિયમ, ૧૯૬૧ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમોના અમલીકરણ દ્વારા સ્ત્રી કામદારોને આપવામાં આવતી પ્રસૂતિ હિતલાભની જોગવાઇઓ. |
| ગુજરાત શારીરિક વિકલાંગ વ્યક્તિ (કારખાનાઓમાં રોજગાર મેળવતાં) અધિનિયમ, ૧૯૮૨ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમો. |
| આ વિભાગ દ્વારા ગુજરાત શારીરિક વિકલાંગ વ્યક્તિ (કારખાનાઓમાં રોજગાર મેળવતાં) અધિનિયમ, ૧૯૮૨ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમોના અમલીકરણ દ્વારા કારખાનાઓમાં કામ કરતા કારખાનાના કામદારોના ૧% ના પ્રમાણમાં વિકલાંગ વ્યક્તિઓ માટે જોગવાઇઓ અગાઉ આ અધિનિયમ કારખાનાઓમાં કામ કરતા ૨૦૦ કે તેથી વધારે કામદારો માટે લાગુ પાડવામાં આવ્યો હતો. તા.૦૭/૦૫/૨૦૦૪ થી તેને ઘટાડીને ૧૦૦ કે તેથી વધુ કામદારો પર લાગુ પાડવામાં આવ્યો. તા.૩૦/૧૦/૨૦૦૮ ના દિવસે તે પ્રમાણે જુદા જુદા કારખાનાઓમાં કામ કરતા ૪૦૧૭ વિકલાંગ વ્યક્તિઓ પર. |
| મકાન અને અન્ય બાંધકામના કામદારનો (રોજગાર અને સેવાનો પ્રકાર) અધિનિયમ, ૧૯૯૬ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમો. |
| આ વિભાગ દ્વારા મકાન અને અન્ય બાંધકામના કામદારનો (રોજગાર અને સેવાનો પ્રકાર) અધિનિયમ, ૧૯૯૬ અને તેની નીચે સ્થાપેલ અધિનિયમોના અમલીકરણની જોગવાઇઓ દ્વારા મકાન અને અન્ય બાંધકામમાં કામ કરતા કામદારોની સલામતી, આરોગ્ય, કલ્યાણ, કામના કલાકો વગેરેની કાળજી. |
| રાસાયણિક અકસ્માત (આકસ્મિક યોજના, પ્રચાર અને પ્રતિભાવ) અધિનિયમ, ૧૯૯૬ અને બનાવટ, પુરવઠો અને જોખમી રસાયણો આયાત અધિનિયમો, ૧૯૮૯. |
| ગુજરાત પાસે ૪૬૦૦ જોખમી રસાયણોના કારખાનાઓ છે. જેમાંથી ૫૩૦ એ મુખ્ય અકસ્માતી જોખમી (એમ.એ.એચ.) કારખાનાઓ છે. બીજા રાજ્યોની સરખામણીમાં કેન્દ્રના કુલ એમ.એ.એચ. કારખાનાઓમાંથી ૧/૩ એમ ગુજરાત પાસે મોટી સંખ્યામાં એમ.એ.એચ. કારખાનાઓ છે. આ વિભાગ દ્વારા જોખમી રસાયણોના કારખાનાઓમાં કામ કરતા કામદારો, આ પ્રકારના કારખાનાઓ અને વાતાવરણની નજીક વસવાટ કરતા લોકોના રક્ષણ માટે પર્યાવરણ (રક્ષણ) અધિનિયમ. ૧૯૮૬ નીચે રાસાયણિક અકસ્માત (ઇ.પી.પી.આર.) અધિનિયમ, ૧૯૯૬ અને બનાવટ, પુરવઠો અને જોખમી રસાયણો આયાત અધિનિયમો, ૧૯૮૯ નું કડક અમલીકરણ કરવામાં આવ્યું છે. |