શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

રોજગાર અને તાલીમ નિયામકની કચેરી



રોજગાર અને ઔદ્યોગિક તાલીમ

૧. પ્રસ્તાવના
ઝડપી ઔદ્યોગીકરણ અને આર્થિક વિકાસ સાથે ગુજરાત ઝડપી ગતિથી દેશ નો સૌથી વધારે કૃપાયમાન રાજ્ય બની રહ્યું છે. શ્રેષ્ઠ માર્ગ માળખું, અવિરત વિજ પુરવઠો, શ્રેષ્ઠ સંદેશા વ્યવહાર ની સગવડો જેવી આંતરમાળખા ની ઉત્તમ સગવડો ગુજરાત ને રોકાણકારો માટે પસંદગીના નિર્દિષ્ટ સ્થળોમાં નો એક બનાવે છે. જેના પરિણામ સ્વરૂપે અહિંયા પેટ્રોકેમિકલ્સ, બંદરો, ઉર્જા, ઔષધનિર્માણ, માહિતી પ્રસારણ પ્રોદ્યોગીકી પ્રક્રિયા અને અન્ય પ્રગતિશીલ ક્ષેત્રો સહિત ના વિવિધ ક્ષેત્રો માં મોટા પાયે રોકાણો કરવા માં આવ્યા છે. ગુજરાત માં વિવિધ સ્થળોએ ૧૮ વિશિષ્ટ આર્થિક પરિક્ષેત્રો (એસ ઈ ઝેડ) ઉભા કરવા માં આવ્યા છે જે રાજ્ય નો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી કરશે. ઈજનેરી શાસ્ત્ર, કાપડ ઉદ્યોગ, કૃષિવિદ્યા અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજ પ્રક્રિયા અને રસાયણો ના ઔદ્યોગિક જૂથોએ ઔદ્યોગિક ક્ષેત્ર માં રોજગાર માટે ઝડપી તકો આપી. જેના પરિણામ સ્વરૂપે ઉદ્યોગો માટે અત્યંત મહત્વપૂર્ણ તેવા માણસો પૂરા પાડવા માં ઔદ્યોગિક તાલીમ એક ખાસ ભૂમિકા ભજવશે.

રોજગાર અને તાલીમ નિયામક ની કચેરી, ગુજરાત સરકાર, લોકો ને રોજગાર અપાવવા માં મદદરૂપ થવા ના હેતુ થી વિવિધ કૌશલ સ્થાપના કાયક્રમો ના અમલીકરણ માં સૌથી આગળ રહી છે અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસ માં પણ સહાયક રહી છે. આ નિયામક ની કચેરી હેઠળ હાલ માં ૧૩૫ આઈ ટી આઈ અને ૪૩ રોજગાર વિનિમય કેન્દ્રો કામ કરી રહ્યા છે. નિયામક ની કચેરી માં કર્મચારીગણ ની કુલ સંખ્યા લગભગ ૬૦૦૦ ની છે જે દર વર્ષે લગભગ ૫૦૦૦૦ લોકો ને તાલીમ આપે છે અને લગભગ ૧.૨૫ લાખ લોકો ને રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા રોજગાર મેળવવા માં મદદ કરે છે. નિયામક ની કચેરી માં ના કાર્ય ની માત્રા અને આઈ ટી આઈ માટે શ્રેષ્ઠતા યોજના કેન્દ્ર ની રજૂઆત ને ધ્યાન માં રાખતાં અનુભવવા માં આવ્યું કે પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ માં સતત સુધારા માટે નિયામક ની કચેરી માં સંચાલન વ્યવસ્થા નું નવીનીકરણ કરવા માં આવવું જોઈએ. નિયામક ની કચેરીએ ISO ૯૦૦૧ : ૨૦૦૦ પ્રમાણપત્ર મેળવવા માટે ની કામગિરી હાથ ધરી અને સંગઠન ની વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ, માળખાઓ અને સંચાલન ની ગુણવત્તાઓ માં સુધારાઓ ને લીધે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર મેળવનાર ગુજરાત ના પ્રથમ ખાતા ના વડા બન્યા.

૨. પ્રગતિ નું નિરીક્ષણ :
દસમી પંચવર્ષીય યોજના માં રોજગાર અને તાલીમ નિયામક ની કચેરી માટે શરુઆત માં રૂ. ૨૬૯૬૦.૦૦ લાખ નો મૂડીરોકાણ નક્કી કરવા માં આવ્યો હતો અને પછી થી તે રૂ. ૩૫૫૪૬.૩૦ લાખ પર વધારવા માં આવ્યો હતો. જેની સામે આ સમય ગાળા માં રૂ. ૧૯૭૪૯.૮૫ લાખ નો ખર્ચ કરવા માં આવ્યો છે.
દસમી પંચવર્ષીય યોજના નો વર્ષ વાર મૂડીરોકાણ અને ખર્ચ નીચે પ્રમાણે છે :
વર્ષ મૂડી રોકાણ ( રૂ. લાખ માં ) ખર્ચ ( રૂ. લાખ માં )
૨૦૦૨ - ૦૩ ૧૦૮૯૯.૧૧ ૩૮૭૬.૦૦
૨૦૦૩ - ૦૪ ૧૦૮૬૭.૬૧ ૨૯૫૮.૩૨
૨૦૦૪ - ૦૫ ૪૨૬૯.૮૬ ૩૧૨૨.૫૫
૨૦૦૫ - ૦૬ ૪૭૫૪.૮૬ ૫૦૩૮.૧૨
૨૦૦૬ - ૦૭ ૪૭૫૪.૮૬ ૪૭૫૪.૮૬
કુલ..... ૩૫૫૪૬.૩૦ ૧૯૭૪૯.૮૫

ઉપર બતાવ્યા પ્રમાણે દસમી પંચવર્ષીય યોજના ની સુધારેલ જોગવાઈઓ ની સામે કુલ ખર્ચ ૫૫.૫૬% છે. અગ્યારમી પંચવર્ષીય યોજના માં રૂ. ૩૦૦૦૦.૦૦ લાખ ના મૂડીરોકાણ ની જોગવાઈ આપવા માં આવી છે જેમા થી રૂ. ૨૬૭૯.૦૦ લાખ નવી યોજનાઓ માટે આપવા માં આવ્યા છે અને રૂ. ૨૭૩૨૧.૦૦ લાખ ચાલુ યોજનાઓ માટે છે.


આગળ જુઓ

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 6/1/2010
વપરાશકર્તાઓ : 399013
ડિસક્લેમર