|
|
| ૧. પરિચય |
| ગ્રામ્ય શ્રમ આયુક્તની કચેરીની સ્થાપન ૧૯૮૧ માં અસંગઠિત મજૂરોની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે જુદા જુદા પગલાં લેવા માટે કરવામાં આવી હતી જેથી તેઓ તેમના માલિકો દ્વારા કરવામાં આવતી સંભવિત ગેરરીતિઓ અને શોષણની સામે રક્ષણ મેળવી શકે. વિભાગ પણ ૧) લઘુતમ વેતન અધિનિયમ, ૧૯૪૮, ૨) બંધવા મજૂરી (નાબૂદી) અધિનિયમ ૧૯૭૬ અને ૩) સમાન મહેનતાણા અધિનિયમ, ૧૯૮૬ અને ૪) આંતરરાજ્ય સ્થળાંતર અધિનિયમ (ગ્રામ્ય વિસ્તારમાં અને અસંગઠિત મજૂરોમાં) ની જવાબાદારી સાથે વિશ્વાસની ખાતરી આપે છે જેથી તેમની દરેક જાતની પરિસ્થિતિમાં સુધારો થઇ શકે. |
|
|
| ૨. પ્રગતિનું અવલોકન |
અંતિમ દસમી પંચવર્ષીય યોજના ૨૦૦૨ - ૦૭ દરમિયાન આ વિભાગને ખર્ચ લેખે કુલ રૂ.૨૧૨૩.૫૩ લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી રૂ. ૧૯૯.૬૫ લાખ વિશેષ ઘટક યોજના (એસ. સી. પી.) માં વપરાયા હતા. જે હવેથી “અનૂસુચિત જાતિ ગૌણ યોજના (એસ. સી. એસ. પી.) તરીકે ઓળખાય છે. જ્યારે રૂ.૩૦૮.૭૯ લાખમાં નવ ગુજરાત નિર્માણનો સમાવેશ થયો હતો જેમાંથી આદિજાતિ વિસ્તાર ગૌણ યોજના ટી. એ. એસ. પી. માં વપરાયા હતા. દસમી પંચવર્ષીય યોજના દરમિયાન રૂ.૨૧૨૭.૦૦ લાખ વપરાયા જેની સામે કુલ ખર્ચ રૂ.૨૧૨૩.૫૩ લાખ નો ખર્ચ થયો હતો જે ફાળવવામાં આવેલા ભંડોળની સામે ૧૦૦% કરતાં વધુ સફળતા દર્શાવે છે.
દસમી પંચવર્ષીય યોજના દરમિયાન કુલ ૧૮૦૬ લાભાર્થીઓને સામાજિક સલામતી યોજનાઓ નીચે રૂ.૮૧૮ લાખ ચૂકવવામાં આવ્યા હતા અને આર્થિક સહાય યોજના નીચે કુલ ૨૬૭ લાભાર્થીઓને ગંભીર માંદગીના સમયમાં રૂ.૨૮૩ લાખ ચૂકવવામાં આવ્યા હતા
આ વિભાગ સમાધાન દ્વારા લઘુતમ વેતન ચૂકવણીના ૪૮૮૧ દાવાઓનો નિકાલ લાવવા સમર્થ છે અને સમજૂતી નીચે દોષી માલિકોએ રૂ.૨૩૮ લાખ ચૂકવવા અનિવાર્ય છે. |
|
|
| ૩. સૂચિત અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭ - ૧૨) |
| અગિયારમી પંચવર્ષીય યોજનામાં રૂ.૨૫૫૦.૦૦ લાખની ભલામણ કરવામાં આવી જેમાંથી રૂ.૪૫૦.૦૦ લાખ આદિજાતિ વિસ્તાર ગૌણ યોજના (ટી. એ. એસ. પી) માં વાપરવામાં આવશે અને રૂ.૨૦૦.૦૦ લાખ અનૂસુચિત જાતિ ગૌણ યોજના (એસ. સી. એસ. પી.) માં વાપરવામાં આવશે. |
|
|
| ૩.અ. આદિજાતિ વિસ્તાર ગૌણ યોજનામાં વપરાશ |
| આદિજાતિ વિસ્તાર ગૌણ યોજના (ટી. એ. એસ. પી) માં આદિજાતિના લાભાર્થીઓ માટે રૂ.૪૫૦.૦૦ લાખ વાપરવાની ભલામણ કરવામાં આવી છે. સૂચિત સંપૂર્ણ યોજના માટે ફાળવવામાં આવેલ રકમના આશરે ૧૭.૬૫% ફાળવવામાં આવ્યા છે. સંપૂર્ણ સૂચિત યોજના માટે ફાળવવા આશરે ૧૭.૬૫% જેટલી રકમની ભલામણ કરવામાં આવી છે. |
|
|
| ૩.બ. અનૂસુચિત જાતિ ગૌણ યોજનામાં વપરાશ |
અનૂસુચિત જાતિ ગૌણ યોજના (એસ. સી. એસ. પી.) માં અનૂસુચિત જાતિના લાભાર્થીઓ માટે રૂ.૨૦૦.૦૦ લાખ ફાળવવાની ભલામણ કરવામાં આવી હતી. સંપૂર્ણ સૂચિત યોજના માટે ફાળવવા આશરે ૭.૮૪% જેટલી રકમની ભલામણ કરવામાં આવી છે.
નવી બાબત અને પ્રવર્તમાન બાબતોની અધૂરી વિગત નીચે છે. |