શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

ગ્રામ્ય શ્રમ આયુક્તની કચેરી

Subject Outlay proposed for 11th five year plan
  કુલ વપરાશ વપરાશ વપરાશ
ખર્ચ એસ. સી. એસ. પી. ટી. એ. એસ. પી. સામાન્ય
રૂ. રૂ. રૂ. રૂ.
નવી બાબતો ૨૫.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૨૫.૦૦
પ્રવર્તમાન બાબતો ૨૫૨૫.૦૦ ૨૦૦.૦૦ ૪૫૦.૦૦ ૧૯૨૫.૦૦
કુલ ૨૫૫૦.૦૦ ૨૦૦.૦૦ ૪૫૦.૦૦* ૧૯૫૦.૦૦
*નવ ગુજરાત નમૂનાના સમાવેશ સાથે રૂ.૫૦.૦૦ લાખ
૪. દસમી પંચવર્ષીય યોજનાની આર્થિક અને ભૌતિક સિધ્ધિઓ
દસમી પંચવર્ષીય યોજના દરમિયાન ખર્ચ લેખે રૂ.૨૧૨૩.૫૩ લાખ ફાળવવામાં આવ્યા હતા અને રૂ.૨૧૨૭.૦૦ લાખ નો ખર્ચ થયો હતો જે ૧૦૦% કરતાં વધુ આર્થિક સિધ્ધિ દર્શાવે છે.
સામાજિક સલામતી યોજનાઓ નીચે કુલ ૧૮૦૬ લાભાર્થીઓને રૂ.૮૧૮ લાખ ચૂકવવામાં આવ્યા હતા
આર્થિક સહાય યોજના નીચે કુલ ૨૬૭ લાભાર્થીઓને ગંભીર માંદગીના સમયમાં રૂ.૨૮૩ લાખ ચૂકવવામાં આવ્યા હતા
સમાધાન દ્વારા લઘુતમ વેતન ચૂકવણીના કુલ ૪૮૮૧ દાવાઓનો નિકાલ લાવ્યા અને સમજૂતી નીચે દોષી માલિકોએ તમામ લાભાર્થીઓને રૂ.૨૩૮.૦૦ લાખ ચૂકવ્યા.
૫. મુખ્ય ઘટકોનું અવલોકન
આ વિભાગના નિરિક્ષણ નીચે ૧૦૦% અનુદાન સહાયક, બિન કાયદાકીય ગુજરાત ગ્રામ્ય કામદાર કલ્યાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ “સામાજિક સલામતી યોજના” કે જેની નીચે કેટલાક યોગ્ય મજૂરોને અકસ્માતના કેસમાં રૂ.૧૦૦.૦૦૦/- લાખ નો અને આંશિક વિકલાંગતાના કેસમાં રૂ.૫૦,૦૦૦/- લાખ ના વીમાને આવરી લેવાયો છે તેના અમલીકરણ માટે જવાબદાર છે. જ્યારે યોગ્ય મજૂરોને ગંભીર માંદગી જેવી કે હદય સર્જરી, કિડનીના રોગો અને કેન્સર જેવા રોગોની તબીબી સારવારમાં આર્થિક સહાય આપવામાં આવે છે. દસમી પંચવર્ષીય યોજનામાં સામાજિક સલામતી યોજના નીચે કુલ ૧૮૦૬ લભાર્થીઓને રૂ.૮૧૮ લાખ ચૂકવવામાં આવ્યા હતા અને ગંભીર માંદગીના સમયમા આર્થિક સહાય નીચે કુલ ૨૬૭ લાભાર્થીઓને રૂ.૨૮૩ લાખ ચૂકવવામાં આવ્યા હતા.
પાછળ જુઓ આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 7/1/2010
વપરાશકર્તાઓ : 455970
ડિસક્લેમર