|
|
| ૪. દસમી પંચવર્ષીય યોજના દરમિયાન શ્રમ આયોગની સિધ્ધિ |
| શ્રમ આયોગની મુખ્ય કામગીરી રાજ્ય અને કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવતા મજૂર કાયદાઓનું અમલીકરણ અને ઔદ્યોગિક શાંતિ અને સંવાદિતા જાળવવાની છે. શ્રમ આયોગે દસમી પંચ વર્ષીય યોજનાની કલ્પના મુજબના શ્રમ સુધારણાઓ ઘડયા છે અને તેનું સૂચન પણ કર્યું છે. |
|
| દસમી પંચવર્ષીય યોજના (ઓગસ્ટ ૨૦૦૬ સુધી) દરમિયાન મુખ્ય શ્રમ કાયદાઓનું અમલીકરણ |
|
| અધિનિયમનું નામ | નિરિક્ષણોની સંખ્યા | કરેલ ફરિયાદની સંખ્યા | નિકાલ કરેલ કેસની સંખ્યા | દંડ (લાખમાં) | | | | | બાળ મજૂર (પી & આર) અધિનિયમ, ૧૯૮૬ | ૨૨૬૪૯ | ૩૨૪ | ૫૭ | ૦.૪૪ | | કરાર શ્રમ અધિનિયમ (R & A ) અધિનિયમ, ૧૯૭૨ | ૧૮૩૨૯ | ૩૦૭૮ | ૧૬૧૦ | ૨૦.૩૦ | | લઘુતમ વેતન અધિનિયમ., ૧૯૪૮ | ૮૩૦૩૮ | ૧૭૨૨૯ | ૮૦૪૭ | ૭૫.૩૫ | | બોનસ ચૂકવણી અધિનિયમ, ૧૯૬૫ | ૨૪૪૩૨ | ૧૩૦૦ | ૧૦૧૪ | ૧૦.૧૧ | | નિવૃતિલાભ ચૂકવણી અધિનિયમ, ૧૯૭૨ | ૨૩૪૮૮ | ૧૦૩૬ | ૧૬૮ | ૧૦.૧૦ | | ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ | ૯૦૮ | ૭૬૯ | ૮૫ | ૦.૩૦ | | આંતરિક રાજ્ય સ્થળાંતર કામદાર અધિનિયમ, ૧૯૭૯ | ૪૧૯૩ | ૬૯ | ૩૩ | ૦.૬૪ | | સમાન વેતન અધિનિયમ, ૧૯૭૬ | ૮૦૮૭ | ૯૫ | ૩૫ | ૦.૪૩ | |
|
| (૧) ઔદ્યોગિક શાંતિ અને સુસંવાદિતા : |
| દસમી યોજના દરમિયાન ગુજરાત રાજ્યે ઔદ્યોગિક શાંતિ અને સુસંવાદિતાના ક્ષેત્રમાં ઇર્ષા ઉપજાવે તેવી સ્થિતિ મેળવી છે. ઔદ્યોગિક શ્રમ સંચાલન સબંધો અને ઔદ્યોગિક સુસંવાદિતા જેવા પરિબળો શ્રમ કાયદાઓના અસરકારક અમલીકરણમાં મુખ્ય ભાગ ભજવે છે. દર વર્ષે હડતાલ અને તાળાબંધીમાં ઘટાડો એ રાજ્યભરના તંદુરસ્ત ઔદ્યોગિક સબંધોનું ઉદાહરણ છે. તે પ્રમાણે માનવ કલાકો ગુમાવવામાં પણ ઘટાડો થયો છે. તે ખરેખરતો શ્રમ કાર્યવાહીના અમલદારોની સમયસરની, યોગ્ય અને અસરકારક સામેલગીરીને કારણે શક્ય બન્યું છે. |
|
| (૨) દસમી પંચવર્ષીય યોજના દરમિયાન શ્રમ કાયદા સુધારાઓ અને કાર્યવાહીમાં સુધારાઓ : |
| શ્રમ કાયદાઓ એ સંતોષકારક ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્રમાં ગુણવત્તાયુક્ત રોજગારની તકો એમ બંને માટે અત્યંત મહત્વના પરિબળોમાં એક છે. સમયની સાથે તાલ મિલાવવા ગુજરાત સરકારે શ્રમ અને ઉદ્યોગો માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા નવી ઔદ્યોગિક નીતિ ૨૦૦૩ ની જાહેરાત કરી છે. દસમી પંચવર્ષીય યોજનામાં શ્રમ કાયદાઓના મહત્વના સુધારાઓ અને કામગીરી તાણમાં રાહત કરવામાં આવી છે જેમાં : સ્વ - પ્રમાણિત યોજના, સુધારો ઔદ્યોગિક વિવાદ અધિનિયમ. ૧૯૪૭ નીચે વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલા ઉદ્યોગો, ઔદ્યોગિક રોજગારના સ્થાપેલ હુકમ અધિનિયમ, ૧૯૪૭ અને બોમ્બે દુકાનો અને સ્થાપના અધિનિયમ, ૧૯૪૮ નીચે વિશેષ વ્યવસાયની મહિલા કામદારને રાતપાળી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. |