| ૩. જી-સ્વાન જોડાણ, ડી. ઇ. ટી. | | રાજ્યમાં ૧૩૫ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે. આજની તારીખ સુધીમાં આ આઇ. ટી. આઇ. માં જી –સ્વાન તારનું જોડણ નથી. ટી. એસ. પી. પ્રોજેક્ટ અને આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટના અમલીકરણ માટે તેઓનું જોડાણ સી. એ. ટી. - ૫ વાયરલેસ લાઇન દ્વારા કરવું જોઇએ. આઇ. ટી. આઇ. માટે આ જોડાણ આવશ્યક છે તેથી, આપણે આ પ્રોજેક્ટ માટે રૂ. ૯૦,૦૦,૦૦૦ ની જોગવાઇ કરવામાં આવી છે. | | | | ૪. જી-સ્વાન જોડાણ, આર. એલ. સી. | | ગ્રામ્ય શ્રમ કમિશ્નર ગ્રામ્ય અને ખેત મજૂરો માટેની કલ્યાણ યોજનાઓ માટે કાર્ય કરે છે. તેમની કચેરીઓ તાલુકા ખાતે આવેલી હોય છે. ઇ – ગવર્નન્સની પ્રવૃત્તિઓનું અમલીકરણ કરવા અને મુખ્ય કચેરી, જીલ્લા અને તાલુકામાં આવતા માહિતીના પ્રવાહને સુધારવા તેમને જી –સ્વાનના આંતરિક નેટ સાથે જોડવું જોઇએ તેથી,આ કચેરીઓ માટે જી –સ્વાનનું જોડાણ આવશ્યક છે. ૧૧૯ ક્ષેત્રમાં આ જોડાણ માટેની જોગવાઇ માટેની કુલ રકમ આશરે રૂ.. ૬૦,૦૦,૦૦૦/- છે. | | | | ૫. જી-સ્વાન જોડાણ, મંડળો | | ગુજરાત મજૂર કલ્યાણ મંડળ, ગુજરાત ગ્રામ્ય મજૂર કલ્યાણ મંડળ, કરાર આધારીત મજૂર સલાહ સમિતિ, અમદાવાદ કાપડ બજાર મંડળ અને ગુજરાત બાંધકામ કામદાર કલ્યાણ મંડળ શ્રમ કમિશ્નર અને ગ્રામ્ય શ્રમ કમિશ્નરની નીચે કામ કરે છે. આ મંડળોમાં જી - સ્વાનનું જોડાણ નથી. આ મંડળોમાં ટી. એસ. પી. પ્રોજેક્ટ અને આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ પ્રોજેક્ટના અમલીકરણ માટે જી–સ્વાનનું જોડાણ આવશ્યક છે, તેથી આ જોડાણ માટે આપણે રૂ. ૫,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરીશું. | | | | ૬. ખાધપૂરક હાર્ડવેર | | તાલુકા અને જીલ્લા સ્તરે આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ ના વિસ્તરણ અને ટી. એસ. પી. પ્રોજેક્ટના અમલીકરણ માટે ભવિષ્યના પાંચ વર્ષમાં પ્રયોગાત્મક ધોરણે આ વિભાગ અને તેની મંડળો સહિત ગૌણ કચેરીઓમાં ખાધપૂરક હાર્ડવેરની આવશ્યકતા માટે આપણે રૂ. ૪,૮૯,૧૮,૦૦૦/- ની જોગવાઇ કરીશું . | | | | ૭. ખાધપૂરક સોફ્ટવેર | | તાલુકા અને જીલ્લા સ્તરે આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ ના વિસ્તરણ અને ટી. એસ. પી. પ્રોજેક્ટના અમલીકરણ માટે ભવિષ્યના પાંચ વર્ષમાં પ્રયોગાત્મક ધોરણે આ વિભાગ અને તેની મંડળો સહિત ગૌણ કચેરીઓમાં ખાધપૂરક સોફ્ટવેરની આવશ્યકતા માટે આપણે રૂ. ૮૦,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરીશું . | | | | ૮. વેબસાઇટ અપગ્રેડેશન | | પ્રવર્તમાન વેબસાઇટોને સુધારવા માટે અંદર રહેલ ડેટાબેઝ સાથે વેબસાઇટોનું આધુનિકરણ કરવા તેમ જ ઉપભોક્તાલક્ષી બનવા જઇ રહેલા સુધારા માટેની નવી લાક્ષણિકતાઓ માટે આપણે રૂ. ૨૫,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરીશું. | | | | ૯. વાર્ષિક જાળવણી કરાર | | વિભાગના પોતાના અને તેની મંડળો સહિતની ગૌણ કચેરીઓમાં કોમ્પ્યુટરના ભાગોની પ્રવર્તમાન વાર્ષિક જાળવણી કરાર આપવો જોઇએ કારણ કે નજીકના ભવિષ્યમાં વોરંટી ગાળૉ સમાપ્ત થાય છે, તેથી આપણે વાર્ષિક જાળવણી કરાર માટે રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરીશું. | |