શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

પરીચય


ગુજરાતની વસ્તી ૫.૦૬ કરોડ છે. ૨૦૦૬ મુજબ, રાજ્યમાં કારખાના અધિનિયમ, ૧૯૪૮ હેઠળ નોંધાયેલ ૯.૬૭ લાખ કામદારોને રોજી આપતા ૩૦૩૧૦ કારખાનાઓ છે. બોમ્બે શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ, ૧૯૪૮ હેઠળ નોંધાયેલ કુલ ધંધાદારી પેઢીઓમાં આશરે ૧૫.૦૦ લાખ કામદારો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલ વિવિધ મજૂર કાયદાઓનો અમલ કરવો, ઔદ્યોગીક સુમેળ અને શાંતિ જાળવવી અને ઉદ્યોગોને કુશળ માનવ શક્તિ પુરી પાડવી એ વિભાગનાં મુખ્ય કાર્યો છે.

રાજ્ય ઝડપી દરે વિકસી રહ્યું છે. ખાસ કરીને ઔદ્યોગીક ક્ષેત્ર અર્થતંત્રના એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે. ઔદ્યોગીક વિકાસમાં કામદારો મહત્વની ભૂમિકા અદા કરે છે.

વિભાગે એ સુનિશ્ચિત કરવાનું રહે છે કે કામદારોનું શોષણથી રક્ષણ થાય. તેઓ સલામત સ્થિતિમાં કામ કરે. આરોગ્ય અને કલ્યાણનાં પગલાઓ સુનિશ્ચિત કરવા.

વર્ષ ૧૯૯૧ માં જાહેર કરવામાં આવેલ નવી ઔદ્યોગીક નીતિનો મુખ્ય હેતુ ભારતીય ઔદ્યોગીક અર્થતંત્રને અંકુશમાંથી મુક્ત કરવુ અને ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિક અર્થતંત્ર સાથે ઉદારીકરણ દાખલ કરવું જેના માટે કરીને સીધા વિદેશી રોકાણો ઉપરનાં નિયંત્રણો દૂર કરવા અને દેશના માલિકોને નિયંત્રણમાંથી મુક્ત કરવા.


૨.

રાજ્યએ પાછલા વર્ષમાં અદેખાઈ આવે તેટલી ઔદ્યોગીક શાંતિ અને સંવાદિતા સાધી છે. આ મજૂર કાયદાના અસરકારક અમલીકરણના કારણે બન્યું છે. ઔદ્યોગીક સંબંધો રાજ્ય વ્યાપી તંદુરસ્ત રહ્યા છે અને હડતાલો તથા તાળાબંધી જેવા કામદાર પરિસ્થિતિના દાખલાઓ દરેક વર્ષે ઘટેલ છે. તે જ પ્રમાણે, માનવ દિવસોનો વ્યય પણ ઘટવા પામ્યો છે. આ ચોક્કસ પણે શ્રમ તંત્રના અધિકારીઓના સમયસરના, યોગ્ય અને અસરકારક નિયમનને કારણે થયેલ છે.

નિરીક્ષક રાજ ઓછું કરવા માટે, રાજ્યએ ઔદ્યોગીક એકમો માટે સ્વ-પ્રમાણતા યોજના દાખલ કરેલ છે. તેણે ‘વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર’ માં ના ઉદ્યોગો માટે ઔદ્યોગીક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ માં સુધારા કરેલ છે. તેણે ભારતીય રોજગાર હુકમ અધિનિયમ, ૧૯૪૬ હેઠળ નિયત સમયના રોજગારની વિભાવના રજૂ કરી.

૩.

ઔદ્યોગીક વિકાસના વધુ ઉંચા દરે આરોગ્ય, સુરક્ષા અને સુમેળની ઘણી સમસ્યાઓ ઉભી કરેલ છે. આ મુશ્કેલ કામને પહોંચી વળવા માટે, જુદી જુદી કડક, વ્યવસ્થિત અને ઝ્ડપી તપાસણીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને કામદારો, અવેક્ષકો, સુરક્ષા અધિકારીઓ તથા સંચાલકીય કર્મચારીઓ માટે સુરક્ષા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

૪.

ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ કારીગરો અધિનિયમ, ૧૯૯૬ નું અમલીકરણ આ ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ થઈ ગયેલ છે. રાજ્ય સરકારે નક્કી કરેલ લાભો અને ફાયદાઓ જલ્દીમાં જલ્દી અને પુર્ણ માત્રામાં બાંધકામ કારીગરોને પહોંચે તે સુનિશ્ચિત કરવાનું નક્કી કરેલ છે.

૫. .

અન્ય અસંગઠિત અને અસુરક્ષિત કારીગરો પણ વિવિધ યોજનાઓ હેઠળ સમાવી લેવામાં આવેલ છે. રાજ્ય સરકારે સામાજિક સુરક્ષા યોજનાના લાભો વિસ્તારવાનું પણ નક્કી કરેલ છે.

૬.

પેટ્રો કેમિકલ્સ, બંદરો, ઉર્જા, ઔષધ નિર્માણ, માહિતી તકનિક અને અન્ય ઉભરતા ક્ષેત્રો સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણો થયેલ છે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ ૧૮ વિશિષ્ટ આર્થિક પરિક્ષેત્રો તૈયાર થઈ રહ્યાં છે, જે રાજ્યમાં આર્થિક અને ઔદ્યોગીક વિકાસને વધારે વેગ આપશે. ઈજનેરી, કાપડ, કૃષિ અને ખાદ્ય પ્રવૃત્તિ, ખનિજ પ્રક્રિયા અને રસાયણોમાં ઔદ્યોગીક જૂથોએ ઔદ્યોગીક ક્ષેત્રે રોજગાર માટેની એક ઝડપી તક પૂરી પાડેલ છે. આના પરિણામે, ઉદ્યોગમાં જરૂરી નિર્ણાયક માનવ શક્તિ પૂરી પાડવામાં ઔદ્યોગીક તાલીમ મહત્વની ભૂમિકા અદા કરશે.

રાજ્ય સરકાર વિવિધ કૌશલ તૈયાર કરવાના કાર્યક્રમો અમલમાં મુકવામાં લોકોને નોકરી મેળવવામાં મદદ કરવાના હેતુ સાથે, અગ્રેસર રહેલ છે અને બદલામાં તે ઔદ્યોગીક વિકાસમાં સહાયક બને છે. કામની માત્રાને ધ્યાનમાં લેતા અને આઈ.ટી.આઈ. માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર યોજના દાખલ કરવાના કારણે તેવું અનુભવવામાં આવ્યું કે વ્યવસ્થા અને પ્રક્રિયાઓની સતત સુધારણા માટે સંચાલન પધ્ધતિઓનું આધુનિકરણ થવું જોઈએ.


આગળ જુઓ


© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 6/1/2010
વપરાશકર્તાઓ : 399025
ડિસક્લેમર