શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

પરીચય


નીચેની યોજનાઓ આ ક્ષેત્ર હેઠળ અમલમાં મુકવામાં આવેલ છે :


કામદારોના વધુ સારા જીવન ધોરણ, હડતાલો, તાળાબંધી અને કામ બંધ કરવાનો આશરો લીધા વગર ઝગડાઓનું ઝડપી સમાધાન લાવવા માટે મજૂરોના ઝગડાઓમાં સમયસરના નિયમનના ઉદ્દેશ માટે મજૂર કાયદાઓના અસરકારક નિયમ પાલનની ખાતરી કરતી યોજનાઓ.


કામદાર – સંચાલકો વચ્ચે સંવાદિતા તથા કામદાર કલ્યાણ માટે કામદારો અને વ્યવસ્થાપક કર્મચારીઓને તાલીમ આપવી અને કારખાનાંઓ, ખાસ કરીને જોખમી રસાયણોનો ઉપયોગ કરતા હોય તેવામાં, આરોગ્ય, સુરક્ષા તથા કલ્યાણનાં પગલાંઓ લેવાં.


સ્ટીમ બૉઈલર્સના સુરક્ષિત વપરાશ, જાળવણી તથા ઉત્પાદન લક્ષી કાયદાઓની અમલ બજવણી. શ્રમિક સુરક્ષા યોજના, ગંભીર રોગોની સારવાર માટે નાણાંકીય સહાય, વગેરે જેવી સામાજિક સુરક્ષા યોજનાઓ કૃષિ તથા ગ્રામ્ય કામદારો માટે અમલમાં મુકવામાં આવેલ છે.


કૃષિમાં ન્યૂનતમ વેતનની અસરકારક અમલ બજવણી, ન્યૂનતમ વેતન ધારાની અસરકારક અમલ બજવણી તથા ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરોની ઉન્નતિ તથા કલ્યાણ માટે માટે યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી.


કારીગર કક્ષાએ અત્યંત જરૂરી વ્યાવસાયિક તાલીમની સગવડો તથા ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓના યોગ્ય રીતે ગોઠવાયેલ જૂથો દ્વારા ટૂંકા ગાળાની અન્ય તાલીમ યોજનાઓ પૂરી પાડીને ઉપલબ્ધ માનવ શક્તિને રોજગારક્ષમ સંસાધનમાં પરિવર્તિત કરવી.


પાછળ જુઓ

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 6/1/2010
વપરાશકર્તાઓ : 455969
ડિસક્લેમર