Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

ઠરાવ

તા: ૧૩-૧૦-૨૦૦૮ ના રોજ માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ઉદ્યોગ) ના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ ૧૮ મી એમ્‍પાવર્ડ કમીટીની બેઠકની કાર્યવાહીની નોંધના મુદ્દા નં-૮ નાં લેવાયેલ નિર્ણય મુજબ રાજ્યના મીઠા શ્રમયોગી પૈકી પ્રથમ તબક્કામાં ૧૦,૦૦૦/- સાયકલો પુરી પાડવામાં આવનાર છે ત્‍યારબાદ બાકી રહેલ મીઠા શ્રમયોગીઓને બીજા તબક્કામાં સાયકલો પૂરી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. આ યોજનામાં પ્રતિ સાયકલ રૂપિયા ૬૦૦/- છસો પૂરા નો ફાળો અગરિયા/મીઠા શ્રમયોગીવતી સોલ્‍ટ મેન્‍યુફેકચરીંગ એસોસીએશન પાસેથી મેળવવાનો રહેશે. અથવા મીઠા ઉત્‍પાદક અગરિયા / મીઠા શ્રમયોગી પોતે ફાળો ભરી શકશે.

સાયકલની ખરીદી તથા વિતરણની કામગીરી ગુજરાત રાજ્ય ઇન્‍ડસ્‍ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લિ. (ગ્રીમકો), ગાંધીનગર ને સોંપવામાં આવેલ છે. સાયકલની ખરીદી તથા વિતરણ અંગે અત્રેથી ગ્રીમકોને જરૂરી નાણાંકીય રકમની ચુકવણી કરવામાં આવેલ છે.

રાજ્યના મીઠા શ્રમયોગીઓને ઇશ્‍યુ કરવામાં આવેલ કુટુંબ ઓળખકાર્ડ ધરાવનારને પ્રતિ કુટુંબ એક સાયકલ મેળવવા પાત્ર બને છે. સાયકલની વિતરણની વ્‍યવસ્‍થા સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે જેને ધ્‍યાને લઇને કાર્યવાહી કરવાની રહેશે.

 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 1/7/2010
Developed By : Silver Touch Technologies Ltd.
Visitors : 28741
Disclaimer