Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

શરતો અને નિયમો

(૧)કુટુંબ ઓળખકાર્ડ ધરાવનાર મીઠા શ્રમયોગીને કુટુંબદીઠ એક સાયકલ મેળવવા હક્કદાર રહેશે.
(૨)આ સાયકલનો ઉપયોગ મીઠા શ્રમયોગી પોતે અથવા પોતાના કુટુંબના સભ્‍ય કરી શકશે.
(૩)

આ યોજના હેઠળ મેળવેલ સાયકલ મીઠા શ્રમયોગીએ ત્રણ વર્ષ સુધી વેચાણ કે અન્‍ય કોઇ મીઠા શ્રમયોગીને હસ્‍તાંતર કરી શકશે નહીં.

(૪)

સાયકલ મેળવવા માટે મીઠા શ્રમયોગીએ આ સાથેના નિયત નમૂનામાં જિલ્‍લા સરકારી શ્રમ અધિકારીશ્રી (ખેત) ને અરજી કરવાની રહેશે.

(૫)

નિયત નમૂનામાં અરજી મળેથી જરૂરી બાંહેધરી તથા ખરાઇ કરવાની તથા સાયકલ મેળવવાપાત્ર બને છે તે મતલબની ભલામણ કાર્યવિસ્‍તાર ના મદદનીશ સરકારી શ્રમ અધિકારીશ્રી અને સરકારી શ્રમ અધિકારીશ્રીએ કરવાની રહેશે.

(૬)

સાયકલ ના વિતરણની કામગીરીની વ્‍યવસ્‍થા ગ્રીમકો, ગાંધીનગરને સોંપવામાં આવેલ હોઇ તેઓની સાથે સંકલનમાં રહીને કરવાની રહેશે. સાયકલ મંજુર કરવાપાત્ર અરજદાર / લાભાર્થીની યાદીની વિગતો ગ્રીમકોને મોકલવાની રહેશે.

(૭)

સાયકલ માટેની યોજનાનો ફાળો સોલ્‍ટ મેન્‍યુફેકચરીંગ એસોશીએશન પાસેથી અથવા મીઠા ઉત્‍પાદક માલિક પાસેથી અથવા મીઠા શ્રમયોગી પાસેથી જિલ્‍લા કક્ષા એ મેળવી સરકારી શ્રમ અધિકારીશ્રી (ખેત) એ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ ની બેન્‍કના ખાતામાં જમા કરાવવાના રહેશે. સદરહું ફાળાની રકમ મળ્યાની પક્ષકારને બોર્ડની નિયત નમુનામાં પહોંચ આપવાની રહેશે.

(૮)

જિલ્‍લા સરકારી શ્રમ અધિકારીશ્રીએ આ સાથે બિડાણ કરેલ પત્રકો મુજબના રજિસ્‍ટરનો નિભાવ તથા અધ્‍યતન રાખવાનું રહેશે તથા દર માસે પાંચમી તારીખ સુધીમાં પ્રગતિ અહેવાલ અત્રે મોકલવાનો રહેશે.

(૯)

આ અંગે કોમ્‍પયુટરમાં માઇક્રોસોફટ ‘એકસલ’ માં ગુજરાતી ‘શ્રૃતિફોન્‍ટ’ માં ફોલ્‍ડર તૈયાર કરી ડેટા તૈયાર કરવાનો રહેશે.

(૧૦)

જે અરજદાર/લાભાર્થીને સાયકલ વિતરણ કરવામાં આવેલ હોય તેની નોંધ લાભાર્થીના કુટુંબ ઓળખકાર્ડમાં અચૂક કરવાની રહેશે.

(૧૧)

સાયકલના વિતરણની વ્‍યવસ્‍થા અંગે ‘ગ્રીમકો’ ને સોંપવામાં આવેલ છે. સદર સંસ્‍થાનું સંકલનમાં રહી કામગીરી કરવા જણાવવામાં આવે છે. સંસ્‍થાનું સરનામું નીચે મુજબ છે.

મેનેજર (બજાર)
ગુજરાત રૂરલ ઇન્‍ડસ્‍ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી. (ગ્રીમકો)
બ્‍લોક નં. ૧૭, પાંચમો માળ, ઉદ્યોગભવન, સેકટર-૧૧
ગાંધીનગર ૩૮૨ ૦૧૭
ટે. નં.: ૨૩૨૨૭૨૪૩, ૨૩૨૨૭૦૬૫, ૨૩૨૨૩૭૬૩,
ફેકસ નંબર : ૦૭૯-૨૩૨૨૭૨૪૪
બિડાણ ઉપર મુજબ
સભ્‍ય સચિવ
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ
ગાંધીનગર
ક્રમાંક ગ્રશ્રક/બોર્ડ/મીઠાશાખા/
તા. ૧૨-૦૫-૦૯
(૧)સરકારી શ્રમ અધિકારીશ્રી .............. જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે.
(૨)અધિક ઉદ્યોગ, કમિશ્નરશ્રી (વિકાસ), ઉદ્યોગ કમિશ્નરની કચેરી, ગાંધીનગર
(૩)મેનેજર (ગ્રીમકો), ગાંધીનગર
(૪)હિસાબી અધિકારીશ્રી, ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ, ગાંધીનગર
(૫)સીલેકટ ફાઇલ.
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 1/7/2010
Visitors : 95128
Disclaimer