Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અંગે ટૂંકી નોંધ

 

ખેડૂત, ખેતરના ચોકિયાતો અને ખેતમજૂરી વચ્‍ચે બનેલા અણબનાવ અન્‍વયે સરકારે ૧૯૭૬ માં સાતેમ પંચની રચના કરી હતી. જેની ભલામણો અન્‍વયે ૧૯૭૭ માં ખેડૂતો, ખેતમજૂરોના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓની બનેલી ત્રિપક્ષીય તદર્થ સમિતિની રચના કરી હતી. જે સમિતિના અહેવાલ અન્‍વયે ગ્રામ મજૂર કમિશ્નરની કચેરી તા. ૨૯-૧૨-૧૯૮૦ થી રચવામાં આવી છે. આ તંત્ર ખેતમજૂરો માટે લધુત્તમ વેતન અધિનિયમનું ચુસ્‍તપણે પાલન કરાવે છે. વળી આ તંત્ર હસ્‍ત કના ગ્રામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ ધ્‍વારા કલ્‍યાણકારી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. ગ્રામ શ્રમ આયુક્ત તંત્ર રાજ્ય કક્ષાએ બ્‍લોક નં. ૭, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૧૦ ખાતે બેસે છે. જેમાં ગ્રામ શ્રમ આયુક્તશ્રીના હાથ નીચે નાયબ ગ્રામ શ્રમ આયુક્ત, મદદનીશ ગ્રામ શ્રમ આયુક્ત, હિસાબી અધિકારી, વહીવટી, હિસાબી અને મજૂર કાયદા અંગેની શાખા અને તેના કર્મચારીઓ કાર્યરત છે અને જિલ્‍લા કક્ષાએ ૧૮ સરકારી શ્રમ અધિકારીઓ તથા તાલુકા કક્ષાએ ૧૦૦ મદદનીશ સરકારી શ્રમ અધિકારીઓ કાર્યરત છે.

 
જાહેરતંત્ર – ઉદ્દેશ/હેતુ

શ્રમયોગીની રોજગારીના રક્ષણ અને કલ્‍યાણ માટેના કેન્‍દ્ર તેમજ રાજ્ય સરકાર ધ્‍વારા ઘડવામાં આવેલ લઘુત્તમ વેતન અધિનિયમ, સમાન વેતન અધિનિયમ, આંતરરાજ્ય સ્‍થળાંતરીત શ્રમયોગી અધિનિયમ, બાલ શ્રમયોગી (નિયમન અને નાબૂદી) અધિનિયમ તથા વેઠપ્રથા નાબૂદી ધારા હેઠળ પુનઃસ્‍થાપનની કામગીરી બજાવે છે.

સામાજિક સુરક્ષાના કેન્‍દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્‍વારા ઘડવામાં આવેલ ઉપરોક્ત શ્રમ કાયદાઓનો અમલ અને વિવિધ સામાજીક સુરક્ષાની યોજનાઓનું અમલીકરણ.

વિવિધ સ્‍તોત્રોમાંથી આવતી શ્રમ કાયદાઓના ભંગ બાબતની ફરિયાદોનો સમય મૃયાદામાં નિકાલ કરવાની કામગીરી.

 
જાહરે તંત્રનું મિશન / દૂરંદેશીપણું

કચેરીનું મુખ્‍ય મિશન ખેત વ્‍યવસાયમાં કામ કરતા શ્રમયોગીઓના કલ્‍યાણનું છે, તે ઉપરાંત ઉપરોક્ત દર્શાવેલ કાયદાઓમાં કરેલી જોગવાઇઓ હેઠળના તેમના હક્કો જળવાઇ રહે તે જોવાનું છે. આ ઉપરાંત આર્થિક પ્રવાહો સાથે દૂરંદેશીપણું રાખી શ્રમયોગીના બંધારણીય હક્કો જોખમાય નહી તે પ્રમાણે પ્રવર્તમાન કાયદાઓમાં સુધારાઓ કરવાનું / સૂચવવાનું છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા છત્ર પૂરૂં પાડવાનું છે.
 
જાહેર તંત્રની ફરજો

શ્રમયોગીઓની રોજગારીના રક્ષણ અને કલ્‍યાણ માટેના કેન્‍દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્‍વારા ઘડવામાં આવેલ વિવિધ શ્રમ કાયદાઓનો અમલ.

સામાજિક સુરક્ષાના કેન્‍દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્‍વારા ઘડવામાં આવેલ શ્રમ કાયદાઓનો અમલ.
 
 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 104674
Disclaimer