| ૧. અરજીપત્રક સંબંધે માહિતી |
અરજદારે સરકારશ્રીએ નક્કી કરેલ ફોર્મ-ક (નિયત નમુનામાં) અરજી કરવાની રહેશે. નમુનામાં નક્કી થયેલ મુદ્દાઓ પૈકી મોટા ભાગના મુદ્દાઓ અરજીમાં હોય તો આવી અરજી પણ સ્વીકારવાની રહેશે. અરજદાર અશિક્ષિત હોય તો અરજી ભરવામાં પણ માહિતી અધિકારી કે મદદનીશ માહિતી અધિકારીએ મદદ કરવાની રહેશે. |
| ૨. ફી :- |
| રૂ. ૨૦/- (અરજી દીઠ) બી.પી. એલ. હેઠળ નોંધાયેલ વ્યક્તિઓને આ ફી ભરવામાંથી મુક્તિ છે. |
| |
| ૩. માહિતી મેળવવા માટે અરજી કઇ રીતે કરવી તેની માહિતી :- |
અરજદારે સરકારશ્રીએ નક્કી કરેલ ફોર્મ-ક (નિયત નમુનામાં) અરજી કરવાની રહેશે. નમુનામાં નક્કી થયેલ મુદ્દાઓ પૈકી મોટા ભાગના મુદ્દાઓ અરજીમાં હોય તો આવી અરજી પણ સ્વીકારવાની રહેશે. અરજદાર અશિક્ષિત હોય તો અરજી ભરવામાં પણ માહિતી અધિકારી કે મદદનીશ માહિતી અધિકારીએ મદદ કરવાની રહેશે. |
| |
| ૪. માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે તો કરવાની કાર્યવાહી :- |
માહિતી અધિકારીએ માંગેલ માહિતી દિન-૩૦ માં આપવાની રહેશે. કાયદાની કલમ ૮ અને ૯ માં દર્શાવ્યા સિવાયની માહિતી માટે ના પાડી શકાશે નહીં. માહિતી અધિકારીએ કોઇ પણ માહિતી ન આપવા માટે અરજદારને કારણો સહિત લેખિતમાં જાણ કરવાની રહેશે. તદ્ઉપરાંત અરજદારને કયા એપેલેટ અધિકારીને કેટલા દિવસમાં અપીલ થઇ શકશે તેની માહિતી આપવાની રહેશે. |
| |
| |