Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

કાયદાનો સારાંશ (અહેવાલ)

 

આ ખરડો સંસદમાં ડિસેમ્‍બર ૨૦૦૪ દરમિયાન રજૂ કરવામાં આવ્‍યો અને મંજુરી માટે ................ છે. આ ખરડાનો આશય ૨૦૦૨ માં પસાર કરવામાં આવેલ માહિતી સ્‍વાતંત્ર્ય અધિનિયમનનું સ્‍થાન લેવાનો છે. આપના સૂચનો, વિચારો અને ટિપ્‍પણીઓ દરખાસ્‍ત સમિતિ લોકસભા ...........નવી દિલ્‍હી – ૧૧૦૦૦૧ ને મોકલવા વિનંતી છે.

 
વ્‍યાપ્‍ત – પ્રકરણ – ૧
ભૌગોલિક : જમ્‍મુ અને કાશ્‍મિર સિવાયનું સમગ્ર ગુજરાત.

હકુમતીય: જાહેર સત્તાધિકારો ઓફિસો કે જે કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍થાપિત કે કેન્‍દ્ર સરકારની માલિકીની કે જેમાં કેન્‍દ્ર સરકારો મહત્તમ નાણાકીય ધિરાણ હોય તેવી કચેરીઓ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોનું સંચાલન.

અન્‍ય સંસ્‍થાઓ : પ્રવર્તમાન કોઇપણ કાયદા હેઠળ ખાનગી સંસ્‍થા સંબંધમાં માહિતી કે જેની આકારણી જાહેર સત્તાધિકારી દ્વારા થઇ શકે.

અમલની તારીખ વિભાગ- ૧
ગઠનના ૧૨૦ માં દિવસથી, માહિતી સ્‍વાતંત્ર્ય અધિનિયમ- ૨૦૦૨ રદ થશે.
 
માહિતી એટલે કે, વિભાગ-ર

દફતર, દસ્‍તાવેજ, મેમો, ઇ-મેઇલ, મંતવ્‍યો, સલાહો, અખબારી યાદી, પરિપત્ર, હુકમો, લોગબુકસ, કરારો, અહેવાલો, કાગળો, નમૂનાઓ, મોડેલ, કોઇપણ ઇલેકટ્રોનિક પદ્ધતિએ સંગ્રહિત કરેલ માહિતી.

 
માહિતીનો અધિકાર એટલે કે, - વિભાગ-ર
 કામ, દસ્‍તાવેજો અને દફતર ચકાસણીનો અધિકાર.
 નોંધ કરવાનો, ઉતારો લેવાનો કે પ્રમાણિત નકલ લેવાનો અધિકાર.
 નમૂનાઓ લેવાનો અધિકાર.
 ઇલકટ્રોનિક સાધનોથી માહિતી મેળવવાનો અધિકાર.
 એવી માહિતી કે જે બહાર આવતી જાહેર હિતમાં આવશ્‍યક હોય તે મેળવવાનો અધિકાર.
 માહિતી કે જે સંસદ કે રાજ્ય વિધાનસભાના સભ્‍યને નકારી શકાય નહિ તે કોઇપણ વ્‍યક્તિને નકારી શકાશે નહિ.
 
 આગળ જુઓ
 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 104674
Disclaimer