Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

કાયદાકીય જોગવાઇઓ

 
(અ) લધુત્તમ વેતન ધારો – ૧૯૪૮.,
(૧)

સરકારશ્રીના તા. ૩૦-૩-૨૦૦૨ જાહેરનામાંથી ખેત વ્‍યવસાયમાં કામ કરતાં કૃષિ શ્રમયોગીઓને નીચે મુજબના લધુત્તમ વેતન દરો ચુકવવાના થાય છે.

 કાયમી કૃષિશ્રમયોગીને ચુકવવાનો વાર્ષિક વેતન દર રૂ. ૧૮,૨૫૦/-
 છૂટક કૃષિશ્રમયોગીને ચુકવવાનો દૈનિક વેતન દર રૂ. ૫૦/-
 શરેડી કાપણીના શ્રમયોગીને ટન દીઠ ભરાઇ રૂ. ૧૦૫/-
 

સરકારીશ્રમ અધિકારી/મદદનીશ સરકારી શ્રમ અધિકારીને ખેત માલિકને રુબરુમાં કે ટપાલથી મોકલી આપેલ તપાસનોંધમાં દર્શાવેલ ક્ષતિની પૂર્તતા કરે નહીં, ત્‍યારે ખેત માલિક સામે સત્તાધિકારી ફોજદારી કાર્યવાહી કરે છે.

 

ખેત માલિક લધુત્તમ વેતન દર કરતાં ઓછુ વેતન ચુકવે ત્‍યારે દરમ્‍યાનગીરી કરી, સત્તાધિકારી તફાવતની રકમ કૃષિ શ્રમયોગીને અપાવી શકે છે. આવી તફાવતની રકમ ખેતમાલિક ચૂકવે નહીં ત્‍યારે લધુત્તમ વેતન નિરીક્ષક આવી ચુકવાયેલ રકમથી દસ ગણી રકમની દાવા અરજી મંજુર અદાલતમાં દાખલ કરી શકે છે.

 

આવી દાવા અરજી પૂર્ણ કે અંશતઃ મંજુર થયા બાદ નિરીક્ષક લધુત્તમ વેતન ધારા-૧૯૪૮, ની કલમ ૧૨(૧) ના ભંગ બદલ ક્રિમિનલ કેસ કરે તો (ખેત) માલિકને વધુમાં વધુ છ માસની સજા અને રૂ. ૫૦૦/- સુધીનો દંડ થાય છે.

૨.૧૮ વર્ષની નીચેના કૃષિશ્રમયોગીને મળતા વેતનના દર કરતાં ૮૦% જેટલું વેતન ચુકવવાનું રહેશે.
૩.સ્‍ત્રી કૃષિશ્રમયોગીને પણ પુખ્‍ત ઉમરના પુરુષ કૃષિશ્રમિક જેટલું જ વેતન ચુકવવાનું છે.
૪.

જો કોઇ કાયમી કૃષિ શ્રમયોગીને વર્ષ દરમ્‍યાન અમુક મહીનાઓ માટે કામે રાખવામાં આવ્‍યા હોય તો તેમને વાર્ષિક વેતનના દરના હિસાબે તેટલા મહિનાઓનું વેતન ચુકવવાનું જોઇએ. કૃષિ શ્રમયોગીને આપવામાં આવતી સગવડો વેતનમાં બાદ લઇ શકાતી નથી. દા.ત. રહેવાનું, જમવાનું, ચા-બીડી, વગેરે ‘‘ચાકર’’, ‘‘ભાગીયા’’, ‘‘હાળી’’ કે ‘‘સાથી’’ વગેરે નામોથી ઓળખાતા કૃષિ શ્રમયોગી ‘‘કાયમી કૃષિ શ્રમયોગી’’ ગણાય છે.

૫.

જો કોઇ દૈનિક કૃષિ શ્રમયોગી ચાર કલાક કે તેથી ઓછા સમય માટે કામ કરેલ હોય તો તેને અડધો દિવસનું વેતન ચુકવવું જોઇએ. પરંતુ જો ચાર કલાકથી વધુ સમય કામ કરે તો આખા દિવસનું પુરું વેતન ચુકવવું જોઇએ.

૬.

કાયદાના ભંગ બદલ દંડ રુ. ૫૦૦/- સુધીનો અને / અથવા છ માસ સુધીની સજાની જોગવાઇ છે. અથવા બંને.

 
(બ) વેઠપ્રથા નાબુદી અધિનિયમ – ૧૯૭૬

આ અધિનિયમ હેઠળ કોઇ પણ કૃષિ શ્રમયોગી કે ચાકરને જ્યારે તેની મરજી વિરુધ્‍ધ ધીરેલા નાણાં કે બદલાના સ્‍વરુપમાં લાભો ભરપાઇ ન થાય, ત્‍યાં સુધી, બળજબરીથી કામે રોકવામાં આવે અથવા લધુત્તમ વેતન કરતાં ઓછી મજુરી ચુકવવામાં આવે ત્‍યારે તે ‘‘વેઠીયો’’ બને છે. જો કોઇ વ્‍યક્તિ ‘‘વેઠીયા’’ તરીકે હોય તો તે વ્‍યક્તિ કે અન્‍ય કોઇપણ વ્‍યક્તિ, તે બાબતની જાણ નજીકની સરકારી શ્રમ અધિકારીશ્રી કે મદદનીશ સરકારી શ્રમ અધિકારીને કરશે તો કાયદા હેઠળ તૂર્ત તપાસ-કાર્યવાહી કરવામાં આવશે. વેઠીયા જાહેર કરવાની સત્તા કલેકટરશ્રી – જિલ્‍લા મેજીસ્‍ટ્રેટને છે.

 
(ક) આ ઉપરાંત સમાન વેતન અધિનિયમ, ૧૯૭૬

બાળકામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ અને આંતરરાજ્ય સ્‍થળાંતરીત કામદાર (રોજગારનુ નિયમન અને રોજગારની શરતો) અધિનિયમ, ૧૯૭૯ અન્‍વયે ગ્રામ પંચાયત વિસ્‍તારના ૧૩ વ્‍યવસાયોમાં તા. ૨૧-૭-૨૦૦૪ થી અમલીકરણની જવાબદારી સોંપાયેલ છે.

 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 95123
Disclaimer