ટી.બી. કેન્સર, ડાયાબીટીસ, પક્ષધાત, આંખના રોગો, કીડની, હાડકાના રોગો જેવા કષ્ટ સાધ્ય/ગંભીર રોગોમાં કૃષિ શ્રમયોગીઓ અને ગ્રામીણ શ્રમયોગીઓને કેસનું વ્યાજબીપણું ચકાસી સામાજીક સુરક્ષા ફંડમાંથી વધુ દવા / ઓપરેશન / સારવાર માટે સહાય આપવામાં આવે છે. પોતાના ખર્ચે કે અન્ય પાસેથી સંપૂર્ણ સહાય મેળવી દવા/ઓપરેશન/ સારવાર કરાવી સહાય માટે અરજી સાદર કરનારને કોઇ સહાય મંજુર કરવામાં આવતી નથી. |