| | તમામ કચેરીઓ કામકાજના દિવસોમાં સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રહે છે. |
|---|
| | કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે. |
|---|
| | કોઇપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે કચેરીના વડાને રજુઆત કરી શકે છે. |
|---|
| | વહીવટી તંત્રને જુદી જુદી યોજનાઓ માટે જણાવેલ પુરાવાઓ, વિગતો સમયસર આપી તે યોજનાના લાભ સમયસર મળી રહે તે માટે જરૂરી છે. |
|---|
| | લેવાયેલ નિર્ણયની સ્પષ્ટ કારણોસર જાણ અરજદારને કરવામાં આવશે. |
|---|
| | પત્ર વ્યવહારકની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રહેશે. |
|---|
| | વહીવટી તંત્રમાં સુધારા, કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો ઉપર ત્વરીત ધ્યાન અપાશે. |
|---|
| | સર્વે કર્મચારી-અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂંક – બદલી અંગે હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. |
|---|
| | નક્કી થયેલ કાયદા/નિયમો વિરુદ્ધ વહીવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહ્ય રીતે દબાણ પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. |
|---|