શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

અધિકારીઓ અને કર્મચારીઓની અને સત્તા અને ફરજો

પ્રકરણ - ૩
આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો નીચે મુજબ છે.
(અ) નિર્ણયની પધ્ધતિ :-

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કામકાજના નિયમો, ૧૯૯૦ ના નિયમ-૧પ હેઠળ સરકારી કામકાજને લગતી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓ અંતર્ગત સબંધિત વિભાગના મંત્રીશ્રી દ્વારા વહીવટી બાબતોનો કઇ કક્ષાએ નિકાલ કરવો તે અંગેની સૂચનાઓ આપવામાં આવે છે. અને આ સૂચનાઓ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. આ સૂચનાઓ પૈકીની સૂચના ક્રમાંક:૧પ હેઠળ માનનીય મુખ્ય મંત્રીશ્રીને નિર્ણય અર્થે રજૂ કરવાના કેસોની વિગતો જણાવેલ છે. તદ્દનુસાર ગુજરાત વિધાનમંડળ સચિવાલયના કેસો, અખિલ ભારતીય સેવાના અધિકારીઓની સેવા વિષયક તથા વહીવટી બાબતો, મુખ્ય મંત્રીશ્રી જરુરી ગણે તેવા અગત્યના કેસો રજુ કરવાના રહે છે.

રાજયના જાહેર હિતની બાબતો, નીતિ વિષયક બાબતો તથા કાયદાઓમાં સુધારા-વધારા કરવાની બાબતો મુખ્ય સચિવ, સબંધિત મંત્રીશ્રી, કાયદા મંત્રીશ્રી તથા મુખ્ય મંત્રીશ્રીની પૂર્વ મંજૂરી મેળવીને મંત્રી-મંડળની વિચારણા માટે રજુ કરવામાં આવે છે.

અખિલ ભારતીય સેવાઓને લગતી બાબતો અને નાણા વિભાગને લગતી બાબતો અનુક્રમે સામાન્ય વહીવટ વિભાગ, તથા નાણા વિભાગના પરામર્શમાં નિર્ણય લેવામાં આવે છે.

(બ) સુપરવીઝન:-

અગ્ર સચિવશ્રી-શ્રમ અને રોજગાર વિભાગની કામગીરીના ઓવર ઓલ ઇન્ચાર્જ તરીકે છે. તેઓની નીચે સંયુકત સચિવશ્રી(રોજગાર), નાયબ સચિવશ્રી(શ્રમ), નાયબ સચિવશ્રી(ગ્રામ), નાયબ સચિવશ્રી(મહેકમ, સંકલન, બજેટ), ઉપ સચિવશ્રી(શ્રમ/ગ્રામ), ઉપ સચિવશ્રી(મહેકમ, બજેટ, સંકલન, રોકડ, રોજગાર), સેકશન અધિકારીઓ વગેરે ફરજ બજાવે છે.

(ક) કામગીરીની પધ્ધતિ :-

વિભાગમાં આવતી બધી ટપાલો/પત્રો પ્રથમ વિભાગની રજીસ્ટ્રી શાખા દ્વારા સ્વીકારવામાં આવે છે. જે રજીસ્ટ્રી શાખા દ્વારા નોંધણી કરીને સબંધિત જુદી જુદી શાખાઓને વહેંચી દેવામાં આવે છે. ખાનગી કે ગુપ્ત ટપાલો ખાનગી રજીસ્ટ્રી દ્વારા સ્વીકારવામાં આવે છે. જે ખાનગી રજીસ્ટ્રી શાખા દ્વારા નોંધણી કરીને સબંધિત અધિકારીઓ તથા શાખાઓને પહોંચાડવામાં આવે છે. કેટલીક ટપાલો અધિકારીઓના નામજોગ આવતી હોય છે.જે તેઓના દ્વારા સબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવે છે. આ અંગેના જુદા જુદા રજીસ્ટરો નિભાવવામાં આવે છે.

ઉપર મુજબની મળેલ ટપાલો / પત્રો શાખા દ્વારા નિભાવવામાં આવતા અલગ-અલગ રજીસ્ટરોમાં નોંધીને સબંધિત નાયબ સેકશન અધિકારીઓને આપવામાં આવે છે. નાયબ સેકશન અધિકારીઓ દ્વારા તેની વર્કશીટમાં નોંધણી કરીને તે અંગે કરવાની કાર્યવાહી બાબતે ફાઇલમાં નોંધ રજૂ કરવામાં આવે છે.

આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 26/6/2010
વપરાશકર્તાઓ : 455537
ડિસક્લેમર