શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

પ્રકરણ - ૨
(૧)

શ્રમ અને રોજગાર વિભાગની બાબતો પ્રત્યે પૂરતું લક્ષ આપી શકાય અને જરુરી રોજગારી આપવામાં ઝડપી અને હેતુલક્ષી આયોજન કરવાના ઉદ્દેશથી રાજય કક્ષાએ શ્રમ અને રોજગાર વિભાગની અલગ રચના તારીખ ૧૭ મી જુલાઇ, ૧૯૮૦ થી કરવામાં આવી.

(ર)

આ વિભાગ તરફથી મજૂર કલ્યાણ, રોજગાર, તાલીમ અને માનવ શકિતને લગતી બાબતો અંગેના નીતિ, નિયમો, અને કાર્યક્રમો ધડવામાં આવે છે. શ્રમિકો માટે કલ્યાણકારી પગલાં અને રોજગાર નિર્માણ અંગેના કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવે છે.

(૩)

શ્રમ અને રોજગાર વિભાગના વડા તરીકે અગ્ર સચિવશ્રી છે. તેઓને મદદ કરવા માટે ચાર નાયબ સચિવો અને બે ઉપ સચિવોની જગ્યા છે. વિભાગની કામગીરીના વિષયો જુદી જુદી શાખાઓમાં ફાળવવામાં આવ્યા છે. વિભાગ હસ્તકના વિષયો તેમજ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ તેમજ તેઓના હસ્તકના વિષયોનો ખ્યાલ જોડાણ-ક તથા ખ માં બતાવેલ વિભાગના વહીવટી માળખા ઉપરથી આવી જાય છે.

(૪)

સરકારે ધડેલી નીતિ, નિયમો અને હુકમોનું અમલીકરણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ મારફતે કરવામાં આવે છે. વિભાગની પ્રવૃત્તિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના બોર્ડ રચવામાં આવ્યા છે.

(૧) ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
(ર) ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
(૩) અમદાવાદ કાપડ બજાર અને દુકાન કામદાર બોર્ડ
(૪) રાજય કોન્ટ્રાકટ મજૂર સલાહકાર બોર્ડ
(પ) લધુત્તમ વેતન સલાહકાર બોર્ડ
(૬) મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન
(પ)

આ ઉપરાંત સ્ટેટ એપ્રેન્ટીસશીપ કાઉન્સીલ, વેઠિયા, મજૂરોના પુનર્વસવાટ જેવી પ્રવૃત્તિઓ અંગેની રાજય કક્ષાની સલાહકાર સમિતિ શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવેલ છે.

 આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 15/6/2011
વપરાશકર્તાઓ : 455537
ડિસક્લેમર