મુખપૃષ્ટઇ-સીટીઝનમાહિતી મેળવવાનો અધિકારપ્રકિર્ણ
રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ-ર૦૦પ હેઠળ જે વ્યકિત માહિતી મેળવવા માંગતી હોય તેણે આ સાથે નિયત કરેલ નમૂનાઓ/ અથવા સાદી અરજી કરવાની રહેશે.
ર. આ કાયદા હેઠળ પ્રતિબંધિત હોય તે સિવાયની માહિતીનું નિરીક્ષણ કરવા માટે/ નકલ મેળવવા માટે નિયત કરેલ ફી ભરવાની રહેશે. પરંતુ BPL કાર્ડ ધરાવતા અરજદારે અરજીની ફી ભરવાની રહેતી નથી. આ માટે અરજદારે BPL કાર્ડનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
૩. અરજીના નમૂના ઉપરાંત રસીદ પાઠવતા/ માહિતી મોકલવા/ ન મોકલવા તથા અન્ય સક્ષમ ક્ષેત્રાધિકારીની બાબત હોય તો તેને તબદીલ કરવાનો તથા માહિતી અધિકારીના અસ્વીકૃતિના હુકમો સામે અપીલ કરવાની અરજીના નમૂના આ સાથે સામેલ છે.