| પ્રકરણ - ૧૫ | | | વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણની વિગતો નીચે મુજબ છે. | | વિભાગ તરફથી શ્રમ કલ્યાણ, રોજગાર, તાલીમ અને માનવ શકિતને લગતી બાબતો અંગેના નીતિ, નિયમો અને કાર્યક્રમો ધડવામાં આવે છે. શ્રમિકો માટે કલ્યાણકારી પગલાં અને રોજગાર નિર્માણ અંગેના કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવે છે. આ વિભાગના નિયંત્રણ હેઠળ (૧) શ્રમ આયુકતશ્રી , ગુજરાત રાજય, અમદાવાદ, (ર) નિયામકશ્રી, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગુજરાત રાજય, અમદાવાદ (૩) ગ્રામ શ્રમ આયુકતશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર (૪) નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ વિભાગની પ્રવૃત્તિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના બોર્ડોની રચના કરવામાં આવી છે :- | | ૧. | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ. | | ર. | ગુજરાત ગ્રામ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર. | | ૩. | અમદાવાદ કાપડ બજાર અને દુકાન કામદાર બોર્ડ, અમદાવાદ. | | ૪. | રાજય સલાહકાર કોન્ટ્રાકટ લેબર બોર્ડ, અમદાવાદ. | | પ. | લધુત્તમ વેતન સલાહકાર બોર્ડ, અમદાવાદ. | | ૬. | મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન(સ્વાયત સંસ્થા), અમદાવાદ. |
| | | શ્રમ આયુકતશ્રી | શ્રમયોગીઓની નોકરીની સલામતીની પરિસ્થિતિ સુધરે અને શ્રમયોગીઓને શ્રમિક કાયદાઓ હેઠળના લાભો મળે તે રીતે વિવિધ શ્રમ કાયદાઓના અસરકારક અમલ, હડતાળ, તાળાબંધી, ધેરાવો વિ. શ્રમ પરિસ્થિતિના પ્રસંગો ઉપસ્થિત થતા અટકાવવા તથા તાકિદે નિવારણ થાય તે માટે સમયસર અસરકારક દરમ્યાનગીરીની કામગીરી કરે છે.
મુખ્ય નિરીક્ષક, વરાળ, બોયલરો અને ધૂણિ નિવારણ તથા તેમના તાબા હેઠળના બોયલર નિરીક્ષકો ભારતીય બોયલર અધિનિયમ અને ધૂણિ નિવારણ તેમજ તેના આનુષંગિક નિયમોના અધિનિયમના અમલીકરણની કામગીરી કરે છે. | | | નિયામકશ્રી, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ | નિયામકશ્રી, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય કારખાનાના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓમાં તેમના ક્ષેત્રાધિકારના કાયદાઓનું પાલન કરાવે છે. મુખ્યત્વે કારખાનાના અધિનિયમ, વેતન ચુકવણી અીધનિયમ, પ્રસુતી સહાયતા અધિનિયમ અને બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ,૧૯૯૬ વગેરેના અસરકારક અમલીકરણ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. | | |
|