શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ

પ્રકરણ - ૧૩
શ્રમ અને રોજગાર વિભાગના નિયામકશ્રી, રોજગાર અને તાલીમ દ્વારા આપવામાં આવતી સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિની વિગતો નીચે મુજબ છે.
રાહત
1. રોજગાર કચેરીઓ દ્વારા નોકરી દાતાને ભલામણ કરાયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુના સ્થળે આવવા તથા જવા માટે એસ.ટી. ભાડાની કૂપન સ્વરુપે આપવાની રાહતની યોજના

બેરોજગાર ઉમેદવારને ઇન્ટરવ્યુના સ્થળે પહોંચવામાં નાણાંકીય મુશ્કેલી પડતી હોવાથી આ પ્રશ્ન હલ કરવા માટે રોજગાર કચેરી દ્વારા ભલામણ કરેલ ઉમેદવારોને તેઓના રહેઠાણના સ્થળેથી ઇન્ટરવ્યુના સ્થળે આવવા-જવા માટે મફત મુસાફરી કરવા માટે એસ.ટી. કૂપન આપવાની યોજના તા.૧-૯-૯૮ થી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.

આ યોજના હેઠળ રોજગાર કચેરી દ્વારા કાયમી તથા હંગામી એક વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહે તેવી જગ્યાઓ માટે ભલામણ કરાયેલ ઉમેદવારોને તથા ઔઘોગિક ભરતી મેળા તથા લશ્કરી ભરતી મેળા અને લશ્કરી ભરતી માટે રોજગાર કચેરીઓ દ્વારા મંજુરી અપાયેલ તાલીમ વર્ગોમાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને નિયમાનુસાર મફત એસ.ટી. ભાડાની કૂપન આપવાની યોજના અમલમાં છે.

આ યોજનાનો લાભ રોજગાર કચેરી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોને આવક/ જ્ઞાતિની મર્યાદા સિવાય સમાન ધોરણે ગુજરાત રાજયમાં જ આપવાના થતાં ઇન્ટરવ્યુ માટે આપવામાં આવે છે.

ર. શ્રમિક સુરક્ષા યોજના :-

આ યોજના અન્વયે રાજય સરકાર દ્વારા તા.ર૬-૧-૧૯૯૬ થી ૧૪ થી ૭૦ વર્ષની વચ્ચેની વયજૂથના રાજયના તમામ ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં વસતા ખેત શ્રમિકો અને અન્ય ગ્રામિણ શ્રમયોગીઓ તેમજ અસંગઠિત શ્રમયોગીઓ માટે "શ્રમિક સુરક્ષા - અકસ્માત જૂથ વીમા યોજના" અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ નીચે મુજબ સામાજીક સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવે છે.

૧) અકસ્માતે થયેલ મૃત્યુના તેમજ કાયમી અપંગતા, જેમાં કોઇપણ મહત્વના બે અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/-

ર) અકસ્માતના કારણે અંશતઃ અપંગતા-
કોઇપણ એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. પ૦,૦૦૦/- આ લાભ જે શ્રમયોગીઓને કામદાર રાજય વીમા યોજના અથવા કામદાર વળતર અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલ હોય તેવા શ્રમયોગીઓને મળવાપાત્ર નથી.

૩. ગંભીર રોગોમાં દવાના રુપમાં આર્થિક સહાય :-
ગ્રામિણ શ્રમયોગીને ગંભીર રોગોમાં સરકારી દવાખાનાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી દવાઓ ન મળે તેવા કિસ્સાઓમાં દવાના સ્વરુપમાં આર્થિક સહાય રૂ.પ૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. તેમજ જરુર જણાયે જિલ્લા કક્ષાએ ગ્રામિણ શ્રમયોગીઓ માટે રોગ- નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.

ગ્રામીણ શ્રમયોગીઓની નબળી, આર્થિક સ્થિતિને કારણે તેઓને કે તેમના કુટુંબીજનોને થતાં ગંભીર અને અસાધ્ય રોગો જેવા કે, ટી.બી., કેન્સર, હ્રદ્દયરોગ, કીડનીની બિમારી વિગેરેની સારવાર પાછળ ધણી મોટી રકમનો થતો ખર્ચ શ્રમિકો ઉઠાવી શકતા નથી. આથી આ રોગોની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં થતો ઓપરેશન સહિતનો તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ ઉઠાવવામાં આવે છે. અને શ્રમયોગીને આ યોજના દ્વારા વધુ એક સામાજીક સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવેલ છે.

© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 29/6/2010
વપરાશકર્તાઓ : 455532
ડિસક્લેમર