| પ્રકરણ - ૧ | | ભારતના સંવિધાને લોકશાહી ગણરાજયની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં નાગરિકોને માહિતગાર રાખવા અને તેની ( લોકશાહીની ) કામગીરી તેવી માહિતીની પારદર્શિતા માટે મહત્વની જરુરી છે. અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકારો અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે પણ જરુરી છે. ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાંકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંધર્ષ થાય તેમ છે અને લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંધર્ષમય હિતો વચ્ચે સંવાદિતા સાધવી પણ જરુરી છે.
તેથી હવે જે નાગરિકો માહિતી મેળવવા માગતા હોય તેમને અમુક માહિતી પુરી પાડવા માટેની જોગવાઇ કરવી ઇષ્ટ છે. તેથી આ વિભાગ જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તા મંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતના અધિનિયમ એવા માહિતી ( મેળવવાના ) અધિકાર અધિનિયમ-ર૦૦પ અન્વયે શ્રમ અને રોજર વિભાગની માહિતી ધરાવતી માર્ગદર્શિકા પુસ્તિકા બહાર પાડવામાં આવે છે.
આ માર્ગદર્શિકા ઔઘોગિક તથા ખેત શ્રમિકો, ટ્રેડ યુનિયનો, સામાજીક સંસ્થાઓ, રોજગારવાંચ્છુઓ, ઉઘોગપતિઓ, નોકરીદાતાઓ વિગેરેને ઉપયોગી છે.
આ માર્ગદર્શિકામાં શ્રમ અને રોજગાર વિભાગની માહિતીના માળખાનો સમાવેશ કરેલ છે.
આ માર્ગદર્શિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા અંગે નીચે મુજબના વિભાગના જાહેર માહિતી અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે. | | | ક્રમ | નામ અને હોદ્દો | રહેઠાણનું સરનામું અને ફોન નંબર | ઓફીસનું સરનામુ અને ફોન નંબર |
|---|
| ૧) | શ્રી એમ.આઇ. પાટડીયા, સંયુકત સચિવશ્રી (રોજગાર) (IAS) | પ્લોટ નં. ૬૬૯/૧, સેકટર-ર૯, કેથોલિક ચર્ચ પાછળ, ગાંધીનગર. ફોનઃ(રહે) ર૩રર૪૦૯૮ | શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં.પ/૬, નવા સચિવાલય, ગાંધીનગર. ફોનઃ(ઓ) ર૩રપ૦૮૮૭, ર૩રપ૬૪૬૭ | | ર) | શ્રી કે.બી. વસાવા, નાયબ સચિવશ્રી(શ્રમ) | પ્લોટ નં. ૬૬૦/૧, સેકટર- ૭/બી, ગાંધીનગર. ફોનઃ (રહે.) ર૩રર૮ર૬૦ | શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં.પ/૬, નવા સચિવાલય, ગાંધીનગર. ફોનઃ(ઓ) ર૩રપ૪પર૭, | | ૩) | શ્રી એ.એસ. ભગત, નાયબ સચિવશ્રી | ડબલ્યુ-૮, સુજાતા ફલેટ્સ, શાહી બાગ, અમદાવાદ. | શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં.પ/૬, નવા સચિવાલય, | | (બજેટ/સંકલન/મહેકમ) | ફોનઃ (રહે.) રર૮૬૧૯૯૩ | ગાંધીનગર. ફોનઃ(ઓ) ર૩રપ૪પ૪૬, | | ૪) | શ્રી એ.એમ. કાદરી, નાયબ સચિવશ્રી(ગ્રામ) | પ્લોટ નં. ૭૬૩/ર, સેકટર- ૭/બી, ગાંધીનગર. ફોનઃ (રહે.) ર૩રર૬૭૬૩ | શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં.પ/૬, નવા સચિવાલય, ગાંધીનગર. ફોનઃ(ઓ) ર૩રપ૪પ૧૮ |
| |
|