શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

પરીચય

૧.
શ્રમ અને રોજગારની બાબતો પ્રત્યે પુરતું લક્ષ આપી શકાય અને જરૂરી રોજગારી આપવામાં ઝડપી અને હેતુલક્ષી આયોજન કરવાના ઉદ્દેશથી રાજ્ય કક્ષાએ શ્રમ અનએરોજગાર વિભાગની અલગ રચના તારીખ ૧૭ મી જુલાઇ, ૧૯૮૦ થી કરવામાં આવેલ છે.
૨.
આ વિભાગ તરફથી મજૂર કલ્યાણ, રોજગાર, તાલીમ અને માનવશક્તિને લગતી બાબતો અંગેના નીતિ, નિયમો, અને કાર્યક્રમોં ધડવામાં આવે છે. શ્રમિકો માટે કલ્યાણકારી પગલાં અને રોજગાર નિર્માણ અંગેના કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવે છે.
૩.
શ્રમ અને રોજગાર વિભાગના વડા તરીકે અગ્ર સચિવશ્રી છે. તેઓને મદદ કરવા માટે ચાર નાયબ સચિવો અને બે ઉપસચિવોની જગ્યાઓ છે.
૪. સરકારે ધડેલા નીતિ, નિયમો અને હુકમોનું અમલીકરણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ચાર ખાતાના વડાઓ
મજૂર કમિશ્નરશ્રી
પ્રમુખશ્રી, ઔઘોગિક અદાલત
નિયામક શ્રી , રોજગાર અને તાલીમ, અને
ગ્રામ મજૂર કમિશ્નરશ્રી મારફતે કરવામાં આવે છે.
વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના બોર્ડો રચવામાં આવ્યા છે.
ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડ
ગુજરાત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડ
અરક્ષિત શ્રમજીવીઓ માટેનું બોર્ડ
રાજ્ય કોન્ટ્રાક્ટ મજૂર સલાહકાર બોર્ડ
લધુત્તમ વેતન સલાહકાર બોર્ડ
૫.
આ ઉપરાંત સ્ટેટ એપ્રેન્ટીસશીપ કાઉન્સીલ, વેઠિયા, મજૂરોના પુનઃવસવાટ જેવી પ્રવૃતિઓ અંગેની રાજ્ય કક્ષાની સલાહકાર સમિતિ શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવેલ છે.
૬.
ખેત મજૂરોના લધુત્તમ વેતનના અમલીકરણ માટે ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યે ગ્રામ્ય મજૂર કમિશ્નરશ્રીની સ્વતંત્ર કચેરીની રચના કરી છે.
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 8/9/2010
વપરાશકર્તાઓ : 397464
ડિસક્લેમર